Abtak Media Google News

કોંગ્રેસની લડાઈ હવે હિટલરના વારસદારોથી દેશ મુક્ત કરાવવાની: અશોક ડાંગર

સરકારના મોંધવારીના મારથી મધ્યમ વર્ગને આપઘાત કરવો પડે તે સ્થિતિ તરફ દોરી રહી છે: મહેશ રાજપૂત

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ  દ્વારા તડામાર તૈયારીઓ કરી રહી છે.તકોંગ્રેસ પક્ષ દ્વારા તમામ વોર્ડમાં વોર્ડ કમિટીની રચના થઇ છે. રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞીકે જણાવ્યું હતું કે રાજકોટમાં માઈક્રોલેવલનું બુથ મેનેજમેન્ટ કરવામાં આવેલ છે અને કોંગ્રેસનો કાર્યકર જન જન સુધી પહોંચી કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરી રહ્યો છે.

કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવેલું કે કોંગ્રેસ પક્ષ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સમજી લોકોને ન્યાય અપાવ્યો  છે.

તેમજ ઓલ ઈન્ડિયા કોંગ્રેસના મંત્રી અને સૌરાષ્ટ્રના પ્રભારી જીતેન્દ્ર બઘેલએ જણાવ્યું કે શહેર કોંગ્રેસ મહાનગરપાલિકાના ચુંટણીમાં ભાજપના  મુળિયા ઉખાડી ફેકી દેશે.  ચોટીલાના ધારાસભ્ય ઋત્વીક્ભાઈ મકવાણા જણાવ્યું હતું કે કોંગ્રેસ ની સરકારે પછાતવર્ગઓ માટે કામ કરતી સરકાર છે અને સમગ્ર ગુજરાતની જનતા કોંગ્રેસ ની કાર્યશૈલી થી સુખ્યાત છે અને ત્યારબાદ અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે આ દેશને અંગ્રજોની ગુલામી માંથી મુક્ત કરવા માટે ભારત ના નાગરિકો એ એક લડાઈઓ કરેલ હતી તેના કરતા પણ વધુ મજબુત લડાઈ કરી હિટલરના વારસદારો પાસેથી દેશ મુક્ત કરાવવાનો રહેશે.અને મહેશભાઈ રાજપૂત જણાવ્યું હતું કે આજની પરિસ્થિતિ માં આ  ભાજપ સરકાર મોંધવારીના માર થી માધ્યમ વર્ગને આપઘાત કરવો પડે તે સ્થિતિ તરફ દોરી રહી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ જનસંપર્ક અભિયાન  વોર્ડ નં.૧,૨,૩,૪,૭, ૧૨,૧૩, ૧૪, ૧૫ અને ૧૮માં  તા.૨૦/૦૧/૨૦૨૧ના રોજ જનસંપર્ક અભિયાન યોજાયો હતો જેમાં વોર્ડના તમામ આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, સેક્ટર સંયોજકો, બુથ પ્રભારી, જનમીત્રો, સહિતના કોંગ્રેસ પરિવારના સભ્યોની બેઠક યોજાઈ હતી.  આ બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા, રાજ્યસભા સાંસદ અમીબેન યાજ્ઞિક, પૂર્વ વિરોધપક્ષ નેતા નરેશભાઈ રાવલ અને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજગુરુ, ગુજરાત કોંગ્રેસના સ્ટેટેજી કમિટી સભ્ય ડો.હેમાંગભાઈ વસાવડા, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ આગેવાનો જશવંતસિંહ ભટ્ટી, મિતુલભાઇ દોંગા, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, ગોપાલભાઈ અનડકટ, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન નાથાભાઈ કિયાડા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અશોકસિંહ વાઘેલા, માયનોરીટી ચેરમેન યુંનુશભાઈ જુણેજા, મહિલા કોંગ્રેસ પ્રમુખ મનીષાબા વાળા, સોસીયલ મીડિયા સ્ટેટ કોઓર્ડીનેટર ભાર્ગવભાઈ પઢીયાર, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આશવાણી, ગીતાબેન દીપકભાઈ પુરબીયા, રેખાબેન ઠાકરસીભાઈ ગજેરા, સીમીબેન જાદવ, વિજયભાઈ વાંક, સંજયભાઈ અજુડિયા, ઉર્વશીબા કનકસિંહ જાડેજા, જાગૃતિબેન ડાંગર, રવિભાઈ ખીમસુરીયા, મકબુલ ભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, નિર્મળભાઈ મારું, જયંતીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા, મેનાબેન જાદવ ઉપસ્થિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.