Abtak Media Google News

ભારતમાં ઔધોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહ ફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધી‚ભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો. આમ છતાં પણ તેમની યાદ તેમની સાથે કામ કરી ચૂકેલા મારા સહિતના રિલાયન્સના તમામ મિત્રોના દિલમાં હજુ પણ તાજી છે. તેમના સહવાસમાં તેમને અને તેમના વ્યકિતત્વના વિવિધ પાસાઓને જેટલા જાણી અને સમજી શકયો છું તેમાના ઘણા પાસાઓને તેમની જન્મજયંતિ અને પૂણ્યતિથિના પ્રસંગે વિવિધ લેખોમાં વણી લીધા છે. તાજેતરમાં જ આ તમામ લેખો અને ધી‚ભાઈના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળી લેતી તસવીરો સાથેનું એક પુસ્તક તૈયાર કરી રહ્યો છું. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં જાણીતા પ્રકાશકો તેનું પ્રકાશન કરશે.

ધી‚ભાઈ અંબાણીએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશ અને સમાજ માટે પણ સંપત્તિ સર્જન કર્યું હતું. તેથી જ તેઓ સાચા અર્થમાં વેલ્થ ક્રિએટર હતા. ભારતને પેટ્રોલિયમ પ્રોડકટના નેટ ઈમ્પોર્ટરમાંથી નેટ એકસપોર્ટર બનાવવાનું વિઝન ધી‚ભાઈનું હતું, જે તેમણે જામનગર નજીક મોટી ખાવડીમાં વિશ્ર્વની એક જ સ્થળે આવેલી સૌથી મોટી રીફાઈનરી સ્થાપીને સાકાર કર્યું. તેઓ પોતાની અદમ્ય સાહસવૃત્તિ, વેપારી કુનેહ, પવનની દિશા પારખવાની આવડત અને સમય સામે બાથ ભિડવાની હિંમતને કારણે આજે પણ ભારતના લાખો યુવાનોના આદર્શ છે. દેશના વધુને વધુ લોકો ધી‚ભાઈના વ્યકિતત્વને જાણે અને તેમાંથી પ્રેરણા મેળવે તે હેતુથી તેમના સંસ્મરણોને વાગોળતા આ પુસ્તકને ત્રણ ભાષા-ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે.

જુલાઈ ૭, ૨૦૦૨નો દિવસ ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક દિવસ લેખી શકાય. આ દિવસે તે સમયના ગુજરાત રાજયના મુખ્યમંત્રી અને હાલના આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળથી ગુજરાત સરકારે ધી‚ભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને સચિવાલયમાં ખાસ પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સહિત તેમના મંત્રી મંડળના વરિષ્ઠ સભ્યો તેમજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય ઉધોગજગતના વિકાસમાં ધી‚ભાઈના પ્રદાનને સૌએ બિરદાવેલું.

ધી‚ભાઈ વિશે લખેલા મારા પુસ્તકમાં મેં જુલાઈ ૭, ૨૦૦૨ના દિવસે યોજાયેલી પ્રાર્થના સભામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલી શ્રદ્ધાંજલિનો અહેવાલ પણ વિશિષ્ટ રીતે આવરી લીધો છે. જે પુસ્તક હાથમાં લીધી પછી જ વાચકો જાણી શકશે. શ્રી નરેન્દ્રભાઈએ આ પ્રાર્થના સભામાં જણાવ્યું હતું કે ભણતર અને ગણતર વચ્ચેનો ભેદ એટલે ધી‚ભાઇ આ શબ્દો ધી‚ભાઇના જીવન અને તેમની કાર્યશૈલી અંગે ઘણું કહી જાય છે.

એકમેવ: ધી‚ભાઇ અંબાણી પુસ્તકનું શિર્ષક પણ ઘણા વિચાર કર્યા પછી જ આપવામાં આવેલું છે. ભારતમાં ઘણા ઉઘોગપતિઓ થઇ ગયા. જેમણે શૂન્યમાંથી સર્જન કયુૃ હોય, પરંતુ ધી‚ભાઇ અંબાણી તો કવચિત જ જન્મ લેતા હોય છે. ધી‚ભાઇના હૈયે માત્ર પોતાના પરિવારનું જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર ભારતનું હિત વસેલું હતું. વાવાઝોડું ભૂકંપ કે અન્ય કોઇપણ કુદરતી આફતના સમયે લોકોને મદદ‚પ થવા માટે ધી‚ભાઇ હંમેશા તૈયાર રહેતા. એટલું જ નહીં. પરંતુ નર્મદાના નીર સૌરાષ્ટ્રની ધરતીને મળે તે માટે પણ ધી‚ભાઇએ ખાનગી રીતે ઘણા પ્રયાસ કર્યા હતા. ભારતીય શેરબજાર જયારે માત્ર મુઠ્ઠીભર માલેતુજારોનો ઇજારો હતો તેવા સમયે મઘ્યમ વર્ગના લોકોને નાણાંના રોકાણમાટે શેરબજારનો માર્ગ બતાવનાર ધી‚ભાઇ જ હતા. તેમને માત્ર કંપનીની નફાકારકતા વધે તે માટે જ નહીં પરંતુ રોકાણકારોના હિતનું રક્ષણ થાય અને તેમની સંપતિમાં વધારો થાય તેવી ચિંતા સતત રહેતી.

આ પુસ્તકની પ્રસ્તાવના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી મુકેશ ડી. અંબાણીએ લખીને મને કૃતાર્થ કર્યો છુ. તેમનો અભિપ્રાય પણ પુસ્તકમાં પ્રકાશિક થયા પછી વાચકો જાણી શકશે. મને આશા છે કે આ મારા આદશૃ અને પ્રેરણામૂર્તિ ધી‚ભાઇ અંબાણીના જીવનના વિવિધ પાસાઓને રજૂ કરતાં વિવિધ લેખોના સંગ્રહ‚પ આ પુસ્તકથી ઘણા લોકો તેમના જીવનમાંથી પે્રરણા મળેવીને પોતાના જીવનમાં નિષ્ફળતા ભૂલીને અથાગ પ્રયત્નો કરી સફળતા મેળવશે.

(શ્રી પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ તથા રાજય સભા સાંસદ છે.)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.