Abtak Media Google News

આજે તા. ૬ જૂલાઈના રોજ બોલીવૂડના બાજીરાવ રણવીરસિંઘનો બર્થ ડે છે. રણવીરે ફિલ્મો બેન્ડ બાજા બારાતથી લઈને બેફકરે સુધીની સફર તય કરી છે.

તેની આગામી ફિલ્મોમાં પદ્માવતી અને ગુલ્લીબોય સામેલ છે. પદ્માવતીમાં તેની હીરોઈન દીપિકા પડુકોન છે. જયારે ગૂલ્લી બોયમાં તે આલિઆ ભટ્ટનો હીરો છે.

રણવીરસિંઘને બર્થ ડે ગિફટના ‚પમાં ખૂબ મોટુ માન-સન્માન મળ્યું છે. કેમકે, મેડમ તુસાદ સિવાયની એક કંપની તેના પબ્લીક મ્યુઝીયમમાં રણવીરસિંઘનું સ્ટેચ્યુ રાખશે. આ માટે રણવીરનાં મેજરમેન્ટ લેવા માટે નિષ્ણાંતોની ટીમ તાજેતરમાં મુંબઈ આવી હતી સ્ટેચ્યુ માટે રણવીરે પોતાના વોર્ડ રોબમાં એક શૂટ કાઢીને આપ્યો છે.

રણવીરની સફળ ફિલ્મોમાં બેન્ડ બાજા બારાત, રામલીલા, બાજીરાવ મસ્તાની, ગુંડે વિગેરે સામેલ છે. જયારે તેની મલ્ટીસ્ટારર મૂવી દિલ ધડકને દો બોકસ ઓફિસ પર એવરેજ રહી હતી.

દીપિકા પડુકોન સાથે રણવીર સિંઘની પડદા પર સારી કેમિસ્ટ્રી છે. અંગત જીવનમાં પણ બંને એક બીજાની કંપની એન્જોય કરે છે. હમણાં વ્યસ્તતાને લીધે બંને એક બીજાથી દૂર થઈ ગયાની ચર્ચા ચાલી રહી છે.

રણવીરસિંઘ પદ્મવતીનાં શૂટિંગમાંથી રજા લઈને હમણાં યુરોપ ફરી આવ્યો. તેની છેલ્લે રીલીઝ થયેલી ફિલ્મ બેફિકરે ધાર્યું પરિણામ લાવી શકી નથી. આમ છતા રણવીરનાં સ્ટાર રેટીંગમાં કોઈ જ ફરક પડયો નથી. તેને ઢગલાબંધ ફિલ્મો ઓફર થઈ રહી છે. આ સિવાયક તે એકાદ ડઝન બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. બાય ધ વે રણવીરનો જન્મ ૧૯૮૫માં થયો એટલે આજે તેને ૩૩મું વર્ષ બેઠું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.