Abtak Media Google News

રૂ.૪૦૦ થી ૮૧૦૦ સુધીનું રીફંડ આપવા આદેશ: ધોળકિયા સ્કુલને કુલ રૂ.૫.૨૦ કરોડનું રીફંડ આપવું પડશે

ફિ નિર્ધારણ સમિતિએ રાજકોટની ધોળકિયા ગ્રુપની તમામ શાળાઓની ફિ આજે જાહેર કરી છે. જે-તે શાળાના જે-તે વર્ગોમાં રૂ.૪૦૦ થી લઈ રૂ.૮૧૦૦ સુધીની રકમનું રીફંડ આપવા માટે આદેશ કરાયો છે. તેવી જ રીતે ધોળકિયા સ્કુલે કુલ રૂ.૫.૨૦ કરોડનું રીફંડ આપવું પડશે. આ ઉપરાંત ધોળકિયા સ્કુલને વાર્ષિક રૂ.૧.૨૩ લાખ સુધીનું વાર્ષિક ફી વસુલવાની છુટ ફિ નિર્ધારણ સમિતિએ આપી છે.

મળતી માહિતી મુજબ કે.જી.ધોળકિયા સ્કુલની ગુજરાતી માધ્યમની લોવર અને અપર પ્રાઈમરીની ૫૨ હજાર, સેકન્ડરીની ૬૦,૫૦૦ રૂપિયા, હાઈ સેક્ધડરી કોમર્સની ૫૩,૦૦૦ રૂપિયા, ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની ૧,૧૦,૦૦૦ રૂપિયા તેમજ અંગ્રેજી માધ્યમની લોઅર અને અપર પ્રાઈમરીની ૫૭,૦૦૦ રૂપિયા, સેકેન્ડરીની ૬૯,૦૦૦ રૂપિયા, કોમર્સની ૬૯,૦૦૦ રૂપિયા અને વિજ્ઞાન પ્રવાહની ૧ લાખ રૂપિયા ફી જાહેર કરાઈ છે. સીબીએસઈની પ્રાયમરીની ૬૨,૫૦૦ અને સેકન્ડરીની ૭૬,૦૦૦ ફી નકકી કરેલ છે. ડિવાઈન સ્કુલની ગુજરાતી માધ્યમની લોઅર અને અપર પ્રાઈમરીની ૪૩,૫૦૦ રૂપિયા જયારે સેક્ધડરીની ૪૪,૫૦૦ રૂપિયા ફી નકકી કરાઈ છે.

કે.કે.ધોળકિયાની ગુજરાતી માધ્યમની લોઅર અને અપર પ્રાઈમરીની ૫૧ હજાર રૂપિયા, સેકન્ડરીની ૫૧,૫૦૦ રૂપિયા અને કોમર્સની ૫૪,૦૦૦ રૂપિયા ફી નકકી કરાઈ છે. કે.કે.ધોળકિયા અંગ્રેજી માધ્યમની લોઅર અને અપર પ્રાઈમરીની ૫૩,૦૦૦ રૂપિયા, સેક્ધડરીની ૫૪,૦૦૦ રૂપિયા ફી નકકી કરાઈ છે.

એલ.જી.ધોળકિયાની ગુજરાતી માધ્યમની ધો.૧ થી ૮ની ૨૩,૫૦૦ અને ધો.૯ થી ૧૦ની ૩૨,૫૦૦ જયારે ધો.૧૧-૧૨ કોમર્સની ૩૫,૦૦૦ ફી નકકી કરાઈ છે. એસ.જી.ધોળકિયાની ગુજરાતી માધ્યમની ૧ થી ૮ ધોરણની ૩૫,૫૦૦, ૯ થી ૧૦ ધોરણની ૫૦,૫૦૦ અને ધો.૧૧-૧૨ કોમર્સની ૫૧,૫૦૦ ફી નકકી કરવામાં આવી છે.

જી.કે.ધોળકિયા ગુજરાતી માધ્યમની ૧ થી ૮ ધોરણની ૪૪,૦૦૦, ૯ થી ૧૦ ધોરણની ૬૧,૦૦૦, ધો.૧૧-૧૨ કોમર્સની ૫૨,૦૦૦ અને ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧,૨૩,૦૦૦ ફી જાહેર કરાઈ છે જયારે અંગ્રેજી માધ્યમની ૧ થી ૮ની ૫૨,૫૦૦, ધો.૯ થી ૧૦ની ૫૭,૦૦૦, ધો.૧૧-૧૨ કોમર્સની ૬૯,૦૦૦ અને ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહની ૧,૨૩,૫૦૦ ફી જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.