Abtak Media Google News

સચીન બાદ કેપ્ટન તરીકે નામના મેળવનાર ધોની એવો સિનિયર પ્લેયર છે. જેના અનુભવ અને આવડતમાંથી અગણિત ખેલાડીઓ ક્રિકેટ શીખ્યા છે.

Advertisement

માહિતા માર્ગદર્શનને હંમેશાથી સરાહના મળી છે. મહેન્દ્રસિંહ ધોનીના અનુભવથી યુવા ખેલાડીઓએ ટ્રેનિંગ મેળવી છે.

જેમાના એક એવા યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે, તેમની વિશ્ર્વ કક્ષાની બેટીંગ સ્કીલ્સથી ભારતીય ક્રિકેટ ટીમ ઉપરાંત વિદેશી ખેલાડીઓ પણ સલાહ લે છે.

૨૦૧૬માં ચહલ વધુ રમી શકયો નથી પણ ૨૮ વર્ષિય ખેલાડીએ ૩૧ ઓડીઆઈ અને ૨૬ ટી-૨૦ મેચો રમી છે.

ચહલ કહે છે કે, જયારે પણ મેચ દરમ્યાન હું મુશ્કેલીમાં હોય ત્યારે ધોનીભાઈ પાસે જાવ છું, તેનામાં ગજબની ઓબર્જવેશન સ્કીલ છે. સ્ટમ્પની પાછળથી પણ તે બોલરની બોડી લેંગવેજ ઓળખી લે છે. ફકત હું જ નહીં, તમામ બોલરો પણ તેની સલાહ લે છે અમે લકી છીએ કે ધોની આપણી ટીમમાં છે અને ભુતકાળના પણ એવા કેટલાક મારા અનુભવો છે જેમાં તેમના માર્ગદર્શનથી મેં વિકેટો મેળવી હોય. હાલ ઈન્ડિયન ક્રિકેટ માટે વિરાટ પણ સસાથે‚ સંચાલન કરી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.