Abtak Media Google News

ટર્ફ વિકેટ પર સુંદર આયોજન સ્ટેટ પેનલ અમ્પાયરીંગ  બેસ્ટ પર્ફોમરને વિવિધ ઈનામો આપવામાં આવશે

ગઈકાલે ‚દ્ર શકિત ક્રિકેટ ગ્રાઉન્ડ રતનપર તેમજ જામનગર રોડ સ્થિત ઝૠઊજ વાડી ગ્રાઉન્ડ ખાતે રાજકોટ અન્ડર ૧૪ કિક્રેટ કપનું ઓપનીંગ મુખ્ય અતિથિ સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલ સીનીયર પસંદગીકાર તરીકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.સાથે સંકળાયેલા મહેન્દ્રભાઈ રાજદેવના હસ્તે કરવામાં આવ્યું હતુ જેમાં આયોજક અમીત શુકલા, પીન્ટુ ગોસાઈ, પારસ ત્રિવેદી, રવી શેઠ વિગરે જહેમત ઉઠાવી રાજકોટ ક્ષેત્રે ક્રિકેટનું ઉમદા આયોજન કરેલ છે.

Advertisement

આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમોએ ભાગ લીધેલો છે. ટુર્નામેન્ટ લીગ કમ નોક આઉટ છે. જેમાં દરેક મેચમાં ખેલાડીનો ઉત્સાહ વધારવા મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટસમેન પ્રાઈઝ પણ આપવામા આવશે. જેથી રાજકોટને અન્ડર ૧૪ ના સારા ક્રિકેટરો મળી રહેશે. આ આયોજન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સહકારથી કરવામાં આવ્યું છે. જેમાં એસો.ની અમ્પાયર પણ સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.