Abtak Media Google News

બરસાત મે તુમ સે મિલે હમ સજન !!

ભારે વરસાદના પગલે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે અને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે ત્યારે આ પરિસ્થિતિ સામે રક્ષણ મેળવવા આપવો છત્રી- રેઇન કોટ વગેરેનો ઉપયોગ કરીએ છીઅ.ઋતુચક્રની સ્થિતિ સામે રક્ષણ મેળવવા આપણે અવનવી ચીજ વસ્તુઓ અથવા નુસખાઓ અપનાવીએ છીએ. તે પછી ભલે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ ઉનાળામાં તિવ્ર બફારા અને તડકા સામે રક્ષણ મેળવવા સુતરાઉ કપડા તેમજ ઠંડા પીણાઓ ઉપયોગી નીવડે છે.જયારે શિયાળામાં ઠંડીથી બચવા સ્વેટર, સ્કાફ, વગેરે જેવા ઉનના કપડાનો ઉપયોગ કરીએ છીએ. જયારે ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદમાં પલળવાથી બચવા રેઇન કોટ, છત્રી વિગેરે ઉપયોગી બને છે.ચોમાસુ વરસી રહ્યું છે ત્યારે માર્કેટમાં અવનવી છત્રીઓ અને રેઇન કોર્ટ તથા તાલપત્રીઓનો ખજાનો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં છત્રી રેઇનસુર અને રેઇન કોટમાં બધી જ વેરાઇટીઓ ઉપલબ્ધ છે.

200થી 2000 રૂ. સુધી રેઇન કોટ તેમજ છત્રી 100 લઇ 1000 સુધી વૈવિઘ્યસભર વેરાયટી જોવા મળે છે

DSC 5093

આ વખતે છત્રીમાં ન્યુકાર, અમરેલા, કોમ્પેકટ અમરેલા, ટ્રાવેલીંગ અમરેલા તથા રેઇન કોટમાં નાના બાળકો માટે ખુબ જ કલર ડિઝાઇનના રેઇનકોટ જેવા કે બેનરેઇન, છોટાભીમ, સ્પાઇડર મેન, મોટુ પતલુ અને નાની છોકરીઓ માટે બાર્બી ડોલ વાળા કેરેકટર રેઇન કોટ ઉપલબ્ધ છે. જે ર00 થી ર000 રૂપિયાની રેજમાં મળી રહેશે.આ વખતે ન્યુઓન રોન રેઇન કોટ જેવા કે રેડ, યેલો, ફલોરોસન્ટ યેલો, ફલોરોસન્ટ ગ્રીન વગેરે કલરની વધુ માંગ છે.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે  જીએસટીના કારણે ભાવમાં મહદ અંશે વધારો આવેલ છે. આ વખતે બાળકોના રેઇન કોટમાં બેક સાઇડ સ્કુલ બેગ આવી જાય તેવી જાતના ફોલ્ડર્સ વાળા રેઇન કોટ આવ્યાં છે. રેઇન શુટમાં પણ વધારો આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.