Abtak Media Google News

ધોરાજી સેશન્સ જજ શ્રી દ.ષ. કલોતરા સાહેબે રાયડી ગામ ના તારીખ ૯ મે ૨૦૧૦ના બનાવમાં ચુકાદો આપ્યો જેમાં આરોપી રાકેશ જૈન તી અને અન્યોને શંકાનો લાભ આપી છોડી મુક્યો સામાપક્ષે મગન સફતિવફક્ષ તથા અન્ય વ્યક્તિઓને પણ છોડી મુક્યો પરંતુ આરોપી ચન કરસન સામે કેસ નિશંકપણે પુરવાર થયાનું માની અને આજીવન કેદની સજા અને રૃ પાંચ હજાર દંડ ફરમાવ્યું.

બનાવની વિગત એવી છેકે રાયડીગામ એ જમીનના શેઢા બાબતે તકરાર થયેલી અને આ તકરારમાં સામસામે મારામારી થયેલી જેમાં મગનભાઈ  કરસનભાઈ અરવિંદભાઈ મગનભાઈ દુધીબેન કરસનભાઈ અશોકભાઈ મગનભાઈ અને જેન્તીભાઈ ચનાભાઇ સામે કેસ નોંધાયો હતો સામાપક્ષે રાકેશભાઈ જેન્તીભાઈ વલ્લભભાઈ કેશવભાઈ ગિરધરભાઈ વલ્લભભાઈ ચંદુભાઈ વલ્લભભાઈ જેન્તીભાઈ મોહનભાઈ અને અરવિંદભાઈ મોહનભાઈ સામે કેસ નોંધાયો હતો આ બનાવમાં મારામારી દરમિયાન મોહનભાઈ કેશુભાઈને ધારીયા જેવા જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડી હોય અને તે હકીકત નિશંકપણે પુરવાર થતાં ચનાભાઇ કરશનભાઇને નામદાર અદાલતે ખૂનના કેસમાં તોહમતદાર ઠરાવી અને આજીવન કેદની સજા અને રૂપિયા પાંચ હજાર દંડ ફરમાવેલ છે આ કામમાં બે કેસ હોય સરકારી વકીલ તરીકે કાર્તિકેય પારેખ તથા સામાપક્ષે જેતપુરના સરકારી વકીલ શ્રી કેતનભાઇ પંડ્યાએ દલીલો કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.