Abtak Media Google News

ભાજપ ધારાસભ્ય પાસે ખુલાસો માંગતી કોંગ્રેસ

ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન શહેરના 95 ટકા વિસ્તારમાં રોડ-રસ્તા ડામર અને સિમેન્ટથી મઢવામાં આવ્યા તેમજ સ્ટ્રીટ લાઇટ અને પાણી વિતરણની વ્યવસ્થા પાંચ વર્ષ માટે યોગ્ય રૂપે કરવામાં આવી હતી. નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સમયકાળ પૂર્ણ થતાં હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે અને એ શાસન બાદ ધોરાજીમાં પાણી વિતરણને લઇને ધાંધિયા શરૂ થઇ ગયા છે. નગરજનોને 15-15 દિવસ સુધી પાણી મળતું ન હોવાથી પીવાના પાણીને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

શહેરમાં અલગ-અલગ વોર્ડમાં નગરપાલિકાના વહીવટી તંત્ર અને ધારાસભ્ય વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરાયા હોવા છતાં નગરજનોની પીડા સમજવા ધારાસભ્ય ધોરાજીમાં દેખાયા નહીં અને અચાનક ભાજપના કેટલાક આગેવાનો સાથે રવિવારની રજા હોવા છતાં સરકારી કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજાઇ ગઇ. આ મંત્રણા બેઠક વિવિધ પ્રકારની શંકા ઉપજાવી રહી છે. મીટીંગ પ્રજાલક્ષી હતી કે કોઇ અંગત કારણોસર તે બાબતે સ્પષ્ટતા થવી જોઇએ.

ધોરાજી સરકારી કચેરીમાં બંધ બારણે થયેલ બેઠક અને એ બેઠકમાં ચર્ચાયેલ મુદ્ા પ્રજા સમક્ષ ધારાસભ્યે લાવવા જોઇએ. તેવી કોંગ્રેસે માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.