Abtak Media Google News

ખેડૂતોને અઠી મહિનાથી નાણાં ન ચૂકવાતા ભારે હેરાનગતી

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં એપીએમસીમાં સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદી તો કરી નાંખી પણ બે અઢી મહિના થઈ ગયાં ખરીદીનાં પણ ખેડૂતોનાં એકાઉન્ટમાં હજું સુધી રૂપિયા આવ્યા નથીં ખેડૂતોની માંગ છે કે મગફળીના ટેકાનાં ભાવે મગફળી ખરીદી કર્યા પણ હજુ સુધી રૂપિયા ખેડૂતોને અપાયાં નથીં  સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદીનાં રૂપિયા તાત્કાલિક ખેડૂતોને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.

પહેલાં તો કમોસમી વરસાદ અને વાવાઝોડાંનો માર ધરતીપુત્રો પડ્યો મગફળી પાકમાં અમુક અંશે નુકશાન થવા પામ્યુ હતું માંડમાંડ કરીને વ્યાજે નાણાં લઈને ઉછી ઉધારી અને પોતાના સગાં વહાલાંઓ પાસે રૂપિયાનો મેળ કરીને મગફળી વાવી હતી ત્યારે બચેલી મગફળીને રાજ્ય સરકાર દ્વારા ટેકાનાં ભાવે મગફળી ખરીદી કરવાની શરૂ કરી હતીં ત્યારે ધોરાજીનાં માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો મગફળી દેવા માટે લાંબી લાઈનો જોવાં મળે છે ધોરાજી પંથકનાં ખેડૂતોએ પોતાની મગફળી ટેકાનાં ભાવે સરકારને આપી દીધી હતી તેનો પણ ખાસો સમય વિતિ ગયો છે ઘણાં ખેડૂતો હજું મગફળી ટેકાનાં ભાવે આપવાં માટે મગફળી ભરીને વાહનો લઈને લાંબી લાઈનોમાં રાહ જોવી પડે છે તો બે કે ત્રણ મહિના પહેલા રાજ્ય સરકારને ટેકાનાં ભાવે ખેડૂતોેએ પોતાની મગફળી ટેકાનાં ભાવે આપી દીધેલ હોય પણ આજ દિન સુધી ખેડૂતોની મગફળીનાં રૂપિયા ખેડૂતોને આપવામાં આવ્યા નથી જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોએ વ્યાજે ઉછી ઉધારી કરીને વેપારી પાસેથી લીધેલ નાણાં માટે ખેડૂતો પાસેથી નાણાં માટેની ઉઘરાણીઓ જેતે લોકોએ શરૂ કરતાં રૂપિયા મગફળીનાં ટેકાનાં ભાવે આપેલ ખેડૂતોનાં રૂપિયા હજું સુધી સરકાર દ્વારા આપવામાં આવેલ નથીં જેથી ખેડૂતોને પડતાં પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે જેથી ખેડૂતોની માંગણી છે કે તાત્કાલિક ખેડૂતોને મગફળીનાં રૂપિયા ખેડૂતોને આપવામાં આવે ત્યારે તંત્રનાં અધિકારી દ્વારા આ બાબતે પુછતાં ગઇ વખતની મગફળી કરતા આ વખતને મગફળીનું પેમેન્ટ થોડુંક અલગ છે ગઈ વખતે પેમેન્ટ થયા પછી ઓડિટ થતું હતું આ વખતે ઓડિટ થયા પછી પેમેન્ટ  થાય છે એના કારણે ખેડૂતોને પેમેન્ટની પ્રોસેસ થોડી ધીમી થઇ છે પેમેન્ટ નવેમ્બર મહિનાની ખરીદીના અને ડિસેમ્બર મહિનાની લગભગ ૧૧ તારીખ પછી પેમેન્ટની પ્રોસેસ ચાલુ થઈ તેને કારણે પેમેંટ ડિલે છે ખેડૂતોએ રજીસ્ટ્રેશનપર કરાવ્યા તેમાં આઈએફસી  કોડ બેંક ડીટેલ નામ ચેન્જ નાના મોટા વિઘ્નને કારણે પેમેન્ટ પ્રોસેસ થોડી બ્રેક લાગી છે પણ એ ટૂંક જ સમયમાં પતી જશે અને લગભગ ફેબ્રુઆરી ૧૦ તારીખ સુધીમાં બધાના પેમેન્ટ પુરા થાય તેવા તમામ પ્રયત્નો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.