Abtak Media Google News

એસઓજીએ દરોડો પાડી મોબાઈલ, ચાર્જર, માવા જેવી વસ્તુઓ કરી કબ્જે

 

અબતક

સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ જેલના બેરેક બિલ્ડિંગમાંથી મળી આવવાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાની ખાસ કરી ધાંગધ્રા જેલ અવાર-નવાર ચર્ચામાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ સાથે ચેકિંગ કામગીરી જેલમાં હાથ ધરવામાં આવતા જેલમાંથી મોબાઇલ ચાર્જર ઈયરફોન પાન માવા જેવી પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવી છે તેને લઈને ચકચાર મચી જવા પામ્યો છે.

ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા ધાંગધ્રા સબજેલ માં આકસ્મિક ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સજા કાપી રહેલા કેદીઓને બેરેક બિલ્ડિંગમાંથી મોબાઇલ ફોન ઈયર ફોન ચાર્જર જેવી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જેલર સહિત સ્ટાફ કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે.

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા  સુચના આપેલી કે સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલા જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ રાખવામાં આવે છે જે અંગેનુ સરપ્રાઈઝ ચેકિંગ કરવા સુચના આપવામાં આવેલ જે અન્વયે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી  તથા એસ.ઓ.જી ના એ.એસ.આઇ મગનભાઈ રાઠોડ તથા પ્રવિણભાઈ આલ તથા હેડ.કોન્સ મહિપતસિંહ મકવાણા તથા હેડ.કોન્સ જયરાજસિંહ ઝાલા તથા પો.કોન્સ જગદીશભાઈ સભાડ તથા ડ્રા.પો.કોન્સ પરષોત્તમભાઈ નાકીયા તથા ડ્રા.પો.કોન્સ. જગદીશભાઈ તથા બી.ડી.ડી.એસ સ્કોડ સાથે ધ્રાંગધ્રા સબ જેલ સરપ્રાઇઝ ચેકીંગ કર્યું હતું.જેમાં જેલના અલગ-અલગ બેરેકોમાંથી આરોપીઓ દ્વારા અલગ-અલગ જગ્યાએ છુપાવી રાખેલ મોબાઇલ ફોન નંગ-8 તથા ઈયર ફોન નંગ-08 તથા ચાર્જર નંગ-2 મળી કુલ કિ.રૂ.23.000/- તથા અલગ અલગ બ્રાન્ડના પાર્સલ વાળા પાન મસાલા નંગ-53 મળી આવતા પંચો રૂબરૂ કબજે કરી મોબાઈલ વાપરનાર તપાસમાં ખૂલે તે આરોપીઓ વિરૂધ્ધમાં ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમા ધોરણસર ફરીયાદ આપવામા આવેલ છે.

 

જિલ્લાની અન્ય સબ જેલોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે તો પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાની શક્યતાઓ

ધાંગધ્રા સબજેલમાં એસ.ઓ.જી પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી દરમ્યાન મોબાઈલ પાન માવા ચાર્જિંગ ઈયરફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી છે તેવા સંજોગોમાં હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લાની જો અન્ય સબ જેલો આવેલી છે તેમાં પણ ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવે તો તેમાંથી પણ મોબાઈલ ફોન જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તથા અન્ય કેટલીક વસ્તુઓ જે જેલમાં લઈ જવી પ્રતિબંધ છે તેવી વસ્તુઓ મળી આવવાની પૂરી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.

જેલના ગાર્ડ અને સ્ટાફ દ્વારા બહારથી વસ્તુઓ લાવી અને જેલમાં પહોંચાડવામાં આવતી હોવાની શંકા

સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગધ્રા સબ જેલમાંથી મોબાઇલ ફોન સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે પોલીસ સ્ટાફ ને જેલ પર કામગીરી કરી રહ્યો છે જેલરની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થયા છે કારણ કે જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જે સ્થળોએ જવા માટે ત્રણથી વધુ જગ્યાએ ચેકીંગ કામગીરી હાથ ધરાતી હોય છે તેવી જગ્યા ઉપરથી જો પ્રતિબંધિત વસ્તુઓ મળી આવે તો કામગીરી ઉપર સવાલો ઉભા થયા છે જેલ ના સ્ટાફ અને જે નોકરિયાત સ્ટાફ છે તેમના દ્વારા કેદીઓને વસ્તુ પહોંચાડવામાં આવતી હોવાની શંકા હાલ વ્યક્ત થઈ રહી છે.

પૈસા ફેંકો અને જેલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવા જેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લાની જેલોમાં

સુરેન્દ્રનગર જિલ્લાની જેલમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે જેમાં ખાસ કરી લીમડી અને ધાંગધ્રા સબજેલ છે તેમાં અવારનવાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતી હોય છે તેવા સંજોગોમાં કેદીઓ પૈસા ફેંકો અને જેલમાં અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરો તેવો ઘાટ સુરેન્દ્રનગર જિલ્લામાં રહ્યો હોવાનું ચર્ચાએ જોર પકડયું છે કેદીઓ સજા કાપતા સમયે આરામથી પોતાની જીંદગી જેલમાં જીવતા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે આગામી દિવસોમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ પ્રકારની જેલમાં ચેકિંગ કરી અને પ્રતિબંધિત વસ્તુઓ જેલમાંથી મળી આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.