Abtak Media Google News

સમાજકલ્યાણ વિભાગ અને સ્થાનિક આંતરીક ઝગડાના લીધે વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે

     ધ્રાગધ્રા ઈંઝઈંના કેટલાક વિધાથીઁઓ દ્વારા અન્ય વિધાથીઁઓના માફક સ્કોલરશીપ નહિ મળવાની ફરીયાદ વારંવાર ઉઠી રહી હતી જ્યારે આ ફરીયાદને લઇને ધ્રાગધ્રા શહેરના સામાજીક કાયઁકર ચંદ્રેસભાઇ વાણીયા દ્વારા જીલ્લા સમાજ કલ્યાણની ઓફીસના અધિકારીઓ સાથે સંપકઁ કરી પુછપરછ કરતા વિધાથીઁઓને સ્કોલરશીપ મળીગયાનો જવાબ મળ્યો હતો જેને લઇને બાદમા ધ્રાગધ્રા  ઈંઝઈં ખાતે રુબરુ મુલાકાત કરતા .

જાણવા મળ્યુ હતુ કે સુરેન્દ્રનગર સમાજકલ્યાણના અધિકારી ધારીયા તથા ધ્રાગધ્રા  ઈંઝઈંના સ્થાનિક અધિકારીના આંતરીક ઝગડાને લઇને સુરેન્દ્રનગર સમાજકલ્યાણના અધિકારી દ્વારા જોય જાણીને અમુક વિધાથીઁઓને કોલેજના વિધાથીઁઓને મળતી ઇઈઊં ૬.૧ યોજના મુજબ ડાફ્ટ તૈયાર કરી છબરડો કરવામા આવ્યો હતો ખરેખર ઈંઝઈંના વિધાથીઁઓને લાગુ પડતી ઇઈઊં૧૩ યોજના મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર હોય છે .

પરંતુ જીલ્લા સમાજકલ્યાણના અધિકારી ધારીયા સાહેબ દ્વારા પોતાના ઘરેલુ મતભેદના લીધે અહિના સ્થાનિક અધિકારીનુ કામકાજ વધારવા તથા હેરાનગતિ થાય તેવા હેતુ અનુશાર  ઈંઝઈંમા અભ્યાસ કરતા અનુસુચીતજાતિના કેટલાક વિધાથીઁઓને લાગુ પડતી સરકારી સ્કોલરશીપ યોજનાથી અલગ રીતે રજુ કરાઇ રહી છે.

જોકે આ બાબતની જાણ  ઈંઝઈંની રુબરુ મુલાકાત બાદ જાણવા મળી હતી જ્યારે ધ્રાગધ્રા  ઈંઝઈંના સ્ટાફ દ્વારા સ્કોલરશીપથી વંચીત રહેલા કેટલાક અનુસુચીતજાતીના વિધાથીઁઓના ડ્રાફ્ટને ઇઈઊં૬.૧યોજના નહિ લાગુ પડતા તેઓના ડ્રાફ્ટ પરત જીલ્લા સમાજકલ્યાણને મોકલી અપાયા હતા જેથી વિધાથીઁઓને પણ સરકાર દ્વારા સ્કોલરશીપ માટે વારંવાર ધરમના ધક્કા કરવા પડે તેવી સ્થિતી સજાઁઇ હતી.

જીલ્લા સમાજકલ્યાણના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક  ઈંઝઈંના અધિકારીઓ વચ્ચે મતભેદના લીધે ચાલુ વષઁ ૨૦૧૮ના છેલ્લા ડિસેમ્બર મહિના સુધી કેટલાક વિધાથીઁઓને સ્કોલરશીપ નથી મળી ત્યારે બે અધિકારીઓ વચ્ચેના પોતાના આંતરીક ઝગડાનો ભોગ અહિ  ઈંઝઈંના વિધાથીઁઓ બન્યા તે નક્કી છે પરંતુ હવે જોવાનુ રહે છે કે વિધાથીઁઓને તેઓની સ્કોલરશીપ મળી રહેશે કે પછી અધિકારીઓના ઝગડામા વિધાથીઁઓ સ્કોરશીપથી વંચીત રહે છે..?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.