Abtak Media Google News

રાધેશ્યામ ટ્રેડીંગના માલિકને વેચેલા તલનું પેમેન્ટ ન કરી છેતરપિંડી કર્યાની બે સામે ફરિયાદ નોંધાઇ

ધ્રાંગધ્રાં માકેર્ટીંગ યાર્ડમાં ક્રિષ્ના ટ્રેડીંગ નામની પેઢી પાસેથી રાધેશ્યામ ટ્રેડીંગના બે સંચાલકોએ પંદર દિવસમાં પેમેન્ટ કરી આપવાની શરતે તલનો જથ્થો ખરીદ કરી રુા.4.83 કરોડનું પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાંના હળવદ રોડ પર માધવ ફલેટમાં રહેતા અને માકેર્ટીંગ યાર્ડમાં કિષ્ના ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા સહદેવભાઇ કરશનભાઇ ધોળુએ ધ્રાંગધ્રાં માકેર્ટીંગ યાર્ડમાં રાધેશ્યામ ટ્રેડીંગ નામની પેઢી ધરાવતા સંજય વાઘેલા અને ધવલ દિલીપ નામના શખ્સોએ રુા.4.83 કરોડની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

કિષ્ના ટ્રેડીંગના માલિક સહદેવભાઇ ધોળુએ જુદા જુદા ખેડુતો પાસેથી ખરીદ કરેલા તલ તા.2 જુનના રોજ રાધેશ્યામ ટ્રેડીંગના સંજય વાઘેલા અને ધવલ દિલીપે ખરીદ કરી તેનું પેમેન્ટ તા. 29 જુન સુધીમાં કરી આપશે તેમ કહી તલનો જથ્થો સામખીયાળી એસઆરએસએસ એગ્રો અને ટંકારાના હિરાપર ગામે તિરુપતિ એન્ટરપ્રાઇર મોકલી આપ્યો હતો.

રાધેશ્યામ ટ્રેડીંગને રુા.5.58 કરોડના તલનો જથ્થો વેચાણ કયો હતો તે પેટે તેઓએ કિષ્ના ટ્રેડર્સને રુા.75 લાખ આરટીજીેસથી ચુકવી દીધા હતા અને બાકીનું પેમેન્ટ બે દિવસમાં ચુકવી દેશે તેમ કહી બાકીના રુા.483 કરોડનું પેમેન્ટ ન ચુકવી છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું  ધ્રાંગધ્રાં તાલુકા પોલીસ મથકના પી.આઇ. યુ.એલ.વાઘેલાએ રાધેશ્યામ ટ્રેડીંગના સંજય વાઘેલા અને ધવલ દિલીપ સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.