Abtak Media Google News

વૃદ્ધા પાસેથી મકાન અને લોનના રૂ.3.71 લાખ લઈ દસ્તાવેજ પણ ન કરી દેતા દંપતી સામે નોંધાતો ગુનો

વઢવાણમાં રહેતા વૃદ્ધા સાથે મકાન લેવાની બાબતે તેના જ ભત્રીજા અને ભત્રીજા વહુએ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં મકાન અપાવવાના બહાને રૂ.3.71 લાખની ઠગાઇ કરતા દંપતી સામે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વઢવાણમાં શિયાણી પોળમાં રહેતા ભારતીબેન વિનુભાઈ વાડોદરા નામના 60 વર્ષીય વૃદ્ધાએ વઢવાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વૃદ્ધાએ જણાવ્યા મુજબ તેમના ભત્રીજા રાજુ ચમન વાડોદરા અને તેના પત્ની મનીષા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ છ વર્ષ પહેલાં ફરિયાદી ભારતીબેનના ભત્રીજા રાજુ વાડોદરાએ મકાન લેવાનુ કહેતા ભારતીબેન મકાન વઢવાણ – લીંબડી રોડ પર મકાન જોવા ગયા હતા. જે પસંદ આવતા રૂ.9.50 લાખમાં મકાનનો સોદો કર્યો હતો અને રૂ.2.30 લાખ રોકડા આપ્યા હતા. જ્યારે બાકીની લોન કરાવવાનું નક્કી થયું હતું.

તો બીજી તરફ રાજુએ ફરિયાદીને મનીષા નામની લોન કરાવવાનું કહી હપ્તા અને અન્ય રોકડા રૂપિયા ઉઘરાવી મનીષાના નામે મકાનનો દસ્તાવેજ કરાવ્યો હતો. વર્ષો વિતી ગયા પછી પણ આ દંપતીએ વૃદ્ધાના નામે મકાન ન કરી ઠગાઇ કર્યાનું પોલીસ મથકમાં જણાવ્યું છે. પોલીસમાં જણાવ્યા મુજબ રાજુ અને તેની પત્ની મનીષાએ ભારતીબેન સાથે રૂ.3.71 લાખની છેતરપિંડી કરી અને દસ્તાવેજ પણ ન કરી દઈ ગુનો કર્યાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.