Abtak Media Google News

ડીબીએસ નામક ઓપરેશન બાદ વ્યક્તિ સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી શકે છે રાજકોટના ખ્યાતનામ ન્યુરોલોજીસ્ટે અબતક સાથે કરી વિશેષ વાતચીત

મધ્યમગજના ’સબસ્ટેન્શિયા નાઇગ્રા’ વિસ્તારમાં ’પાર્સ કોમ્પેક્ટા’ ચેતાતંતુઓ ક્ષતિગ્રસ્ત થઈને નાશ પામવા લાગે ત્યારે આ કોષો દ્વારા નિર્મિત ’ડોપામીન’ નામના જૈવરાસાયણનું ઉત્પાદન ઘટી જાય છે. જ્યારે તેનું ઉત્પાદન 80 ટકા જેટલું ઘટી જાય, ત્યારે પાર્કિન્સન્સનાં લક્ષણ દેખા દે છે. આને કારણે વ્યક્તિના શરીરનું હલનચલન ઘટી જાય છે અને હાથપગમાં ધ્રુજારી કે કંપન તથા સ્નાયુઓમાં કઠોરતા વગેરે લક્ષણ જોવા મળે છે.

Advertisement

આ ચિહ્નોની શરૂઆત શરીરની એકબાજુએથી થાય છે અને ધીરે-ધીરે રોગ બંને તરફ પ્રસરે છે.જ્યારે કોઈ દેખીતા કારણ વગર મગજમાં ડોપામીનનું સ્તર ઘટે ત્યારે તે ’પાર્કિન્સન્સ ડિસીઝ’ તરીકે ઓળખાય છે. કેટલીક વખત દવાઓની આડઅસરથી, માથામાં વાગવાથી, ઝેરી ગેસ કે જૈવરસાયણોની અસરથી, વાઇરસના ચેપથી કે વારસાગત કારણોથી પણ આ રોગ થઈ શકે છે. ક્યારેક બીજા મોટા રોગના ભાગરૂપે પણ પાર્કિન્સન્સનાં ચિહ્નો જોવા મળી શકે છે- જેમ કે, મલ્ટી સિસ્ટમ અટ્રોફી કે પ્રોગ્રેસિવ સુપ્રાન્યૂક્લિયર પાલ્સી.

પાર્કિન્સન્સ રોગના નિદાન માટે કોઈ ચોક્ક્સ પ્રકારના સ્કેનિંગની જરૂર નથી હોતી. નિષ્ણાત ડોક્ટરની શારીરિક તપાસ દ્વારા જ રોગનું નિદાન થઈ શકે છે. તેમ છતાં કેટલીક વખત નિદાનમાં શંકા હોય કે પછી પાર્કિન્સન્સ પ્લસ સિન્ડ્રોમની શક્યતા હોય ત્યારે મગજનો એમઆરઆઈ કરાવવામાં આવે છે. આ રોગને જડમૂળથી નાબૂદ કરી શકે તેવી કોઈ સારવારપદ્ધતિ હાલ વિજ્ઞાન પાસે ઉપલબ્ધ નથી, પરંતુ રોગનાં લક્ષણોને મહદંશે કાબૂ કરવામાં મદદ કરે તેવી કેટલીક દવાઓ વિકસાવવામાં આવી છે. દવા લેવા છતાં રોગનાં લક્ષણોમાં અપેક્ષિત સુધારો ન આવે કે પછી વકરી ગયેલા રોગની સ્થિતિમાં કેટલીક વખત સર્જરીનો સહારો લેવામાં આવે છે. તેમાં ડીપ બ્રેઇન સ્ટિમ્યૂલેશન સર્જરી, અબ્લેશન સર્જરી કે કોષપ્રત્યાર્પણ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે.

Screenshot 4 22

પાર્કિન્સન રોગ અને અન્ય હલનચલન વિકૃતિઓ માટે ડીપ બ્રેઈન સ્ટીમ્યુલેશન વિકસાવવા પર વૈશ્વિક અસર ધરાવે છે.બ્રેઈન-મશીન ઈન્ટરફેસ, જે સર્જિકલ રીતે તમારા મગજમાં ઈમ્પ્લાન્ટ કરવામાં આવશે, જેનાથી તમે મશીનો સાથે કનેક્ટ થઈ શકશો અને તેને નિયંત્રિત કરી શકશો તે મગજમાં વિદ્યુત આવેગના અભ્યાસમાં અને વિવિધ તબીબી સમસ્યાઓના ઉપાયો વિકસાવવામાં પણ મદદ કરશે.ન્યુરાલિંક ચિપસેટ, જે એન1 ચિપસેટ તરીકે ઓળખાય છે, તે ખોપરીમાં મૂકવામાં આવશે, જેનો વ્યાસ 8એમએમ છે અને તેમાં વાયર માટે ઇલેક્ટ્રોડ અને ઇન્સ્યુલેશન ધરાવતા અનેક કેબલનો સમાવેશ થાય છે.

ન્યુરાલિંક કેવી રીતે કાર્ય કરે છે તે સમજવા માટે, આપણે સૌ પ્રથમ એ સમજવું જોઈએ કે આપણું મગજ ન્યુરોન્સ દ્વારા તમારા શરીરના વિવિધ પ્રદેશોમાં માહિતી પહોંચાડે છે; તમારા મગજના આ ચેતાકોષો એક વિશાળ નેટવર્ક બનાવવા માટે એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે અને ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાતા રાસાયણિક સંકેતો દ્વારા વાતચીત કરે છે.આ ક્રિયાપ્રતિક્રિયા એક ઇલેક્ટ્રિક ક્ષેત્ર બનાવે છે, જેને આપણે નજીકમાં ઇલેક્ટ્રોડ્સ મૂકીને રેકોર્ડ કરી શકીએ છીએ.

આ ઇલેક્ટ્રોડ્સ પછી આપણા મગજમાં વિદ્યુત સંકેતોનું વિશ્લેષણ કરી શકે છે અને તેમને એક અલ્ગોરિધમમાં સ્થાનાંતરિત કરી શકે છે જેને મશીન ડિસિફર કરી શકે છે. ન્યુરાલિંક આપણું મન વાંચી શકશે અને ક્યારેય પણ આપણું મોં ખોલ્યા વિના મશીનો સાથે વાતચીત કરવા માટે એક પદ્ધતિ બનાવી શકશે.

પાર્કિન્સન્સના દર્દીઓએ કેવું ભોજન લેવું

  • સફરજન, બીટ, બ્લુબેરી, નાળિયેર, તરબૂચ, બદામ, દ્રાક્ષ, કેરી, ડુંગળી, રેઝિન્સ, પાલક, યોગર્ટ.
  • દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ.
  • આહારમાં છડ્યા વિનાનું અનાજ વધુ પ્રમાણમાં લો.
  • ખોરાક એવો લો કે જેમાં ડોપામાઈનનું સ્તર વધે: બદામ, દાડમ, એવોકાડો, લીલાં શાકભાજી, ફળો, સનફ્લાવર ઓઈલ, લસણ વગેરે.

પાર્કિન્સન્સના ચિહ્નો

  • ચહેરાના હાવભાવ ઓછા થઈ જવા
  • લખાણના અક્ષર નાના કદના થવા
  • આંખની પાંપણની ઉઘાડ-બંધ ઓછી થઈ જવી
  • અવાજ ધીમો અને ઉતારચઢાવ વગરનો થવો
  • યાદશક્તિમાં ઘટાડો થવો
  • ઊંઘ ખલેલગ્રસ્ત થવી
  • મોંમાંથી લાળ પડવી
  • સૂંઘવાની શક્તિ નબળી પડવી

વયો વૃદ્ધ લોકો હવે સ્વાસ્થ્ય પૂર્વક જીવન જીવી શકશે : ડો. પાર્થ લાલચેતા

એચસીજી હોસ્પિટલ ખાતે કાર્યરત ડોક્ટર પાર્થ લાલચેતાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હવે વાયુ વૃદ્ધ લોકો કે જે પાર્કિંસન્સ બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ હવે સ્વાસ્થ્ય પૂર્વક જીવન જીવી શકશે. કારણ કે મેડિકલ ક્ષેત્રે સતત નવીનતમ બદલાવો અને આવિષ્કારો થઈ રહ્યા છે અને તેના પરિણામે જ આ અસાધ્ય રોગ હવે સાધ્ય બન્યો છે. તરફ તેઓએ એ વાતની પણ તાકીદ કરતા જણાવ્યું હતું કે લોકોએ ખરા અર્થમાં આ રોગને લઈ જાગૃત થાવું પડશે કારણ કે ઘણા ખરા લોકો આ રોગથી તો પીડાય છે પરંતુ તેની સારવાર કેવી રીતે કરવી તેનો કોઈ સંદેશો તેઓને નથી અને તેઓ લાંબા ગાળા સુધી આ વિકટ પરિસ્થિતિનો સામનો કરે છે. ઉમેર્યું હતું કે જો લોકો સાવજ રહે અને આ અંગે તેઓ વિગતવાર તેમના નજીકના ન્યુરોસર્જન ને અથવા તો ન્યુરોલોજીસ્ટ ને દેખાડે તો તેમની આ તકલીફનો અંત જડપથી આવી શકે છે.

લોકોની બદલાતી જીવનશૈલી મોમેન્ટ ડિસઓર્ડર  એટલે કે પાર્કિંસન્સ ને નોતરે છે : ડો.સારીકા પાટીલ

મોમેન્ટ ડિસઓર્ડર અને પાર્કિંસન્સ બીમારીના ન્યુરોલોજિસ્ટ ડોક્ટર સારિકા પાટીલે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, લોકોની બદલાતી જીવન શૈલી મોમેન્ટ ડિસઓર્ડર ને નોતરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ બીમારીમાં વયો વૃદ્ધ લોકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે પરંતુ હવે જે રીતે ડીબીએસ ઓપરેશન શરૂ થયું છે ત્યારબાદ આ વિકટ પરિસ્થિતિ ખૂબ સરળ બની ગઈ છે. લોકો માટે આ આશીર્વાદરૂપ નિવડશે. વધુમાં તેઓ જણાવ્યું હતું કે હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આ પ્રકારના કોઈ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા નથી પરંતુ આવનારા દિવસોમાં સજાગ અવસ્થામાં જ આ ઓપરેશન કરાશે. માં તેઓએ જણાવ્યું હતું કે લોકો જો તેમની જીવનશૈલીમાં બદલાવ નહીં કરે તો તેઓએ વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડશે અને હાલના તબક્કે લોકોમાં જાગૃતિનો પણ અભાવ સતત જોવા મળી રહ્યો છે.

ડીબીએસ ઓપરેશને પાર્કિનસન્સ બીમારીમાં ક્રાંતિ સર્જી : ડો. હેમાંગ વસાવડા

છેલ્લા ઘણા વર્ષોથી ન્યુરો ક્ષેત્રે પોતાની સેવા આપી રહેલા ડોક્ટર હેમાંગ વસાવડાએ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ડીબીએસ ઓપરેશન હવે પાર્કિંસન્સ બીમારીમાં ક્રાંતિ સર્જશે. અત્યાર સુધી જે વ્યક્તિને પાર્કિસન્સની બીમારી રહેતી તે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ તકલીફનો ભાર સહન કરવો પડતો હતો. તું મેડિકલ એડવાન્સમેન્ટ ના પગલે અને રિસર્ચ આધારે ડિબીએસ ઓપરેશન મારફતે આ બીમારીનું સંપૂર્ણ નિરાકરણ અને નિદાન કરવામાં આવે છે અને વ્યક્તિ આ ઓપરેશન બાદ સામાન્ય જીવન જીવતો થઈ જાય છે. માટે હોય જણાવ્યું હતું કે આ ઓપરેશન બાદ ચામડીના ભાગે એક પેસ મેકર મૂકવામાં આવે છે અને તેના સીધા જ તાર મગજમાં ઇલેક્ટ્રોલાઇટ મારફતે અપાય છે જે જ્ઞાન તંતુઓમાં ઊર્જાનો સંચાર કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ ઓપરેશન ઘણાખરા અંશે હાલના તબક્કે મોંઘુ છે પરંતુ વીમા માં તેને આવરી લેવામાં આવ્યું હોવાથી આ ઓપરેશન સરળ પણ બની જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.