Abtak Media Google News

હરાજીમાં ભાગ લેવા ડાયમંડ ટ્રેડિંગ સેન્ટરએ વાણિજ્ય મંત્રાલયને પત્ર લખી મંજૂરી માંગી

હાલ આંતરરાષ્ટ્રીય સ્થિતિ ડામાંડોર હોવાના કારણે અનેકવિધ ચીજ વસ્તુઓ ની વિતરણ વ્યવસ્થામાં ઘણી ખરી નુકશાની પહોંચી છે એટલું જ નહીં વિદેશથી જે રફ ડાયમંડ મંગાવવામાં આવતા હતા તેની વિતરણ વ્યવસ્થા ખોરવાતા સુરત અને સૌરાષ્ટ્રને ઘણી માઠી અસર નો સામનો કરવો પડ્યો છે.

Advertisement

ત્યારે આગામી સમયમાં આ પરિસ્થિતિ ઉદ્ભવીતના થાય તેના માટે સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા અનેકવિધ વિચારો કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ભારતનું ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર મધ્ય આફ્રિકા અને દક્ષિણ આફ્રિકામાં ખાણોની ખરીદી કરશે જેથી જે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈ તે જળવાઈ રહે. આ કાર્ય માટે ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર વાણિજય મંત્રાલયને પત્ર લખી હરાજીમાં ભાગ લેવા જણાવ્યું હતું અને તાકીદ કરી હતી કે પિયા તેઓ ખાણની ખરીદી કરી ત્યાંના ટ્રેડિંગ હાઉસ સાથે મળીને રફ ડાયમંડ નો વ્યાપાર આગળ વધારશે.

જો આ યોજના ને સફળતા મળશે તો આના ઘણા ખરા ફાયદા ભારતને થશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ હકારાત્મક દિશામાં આગળ જોવા મળશે. હાલની સ્થિતિને ધ્યાને લઇ રફ ડાયમંડનું ઉત્પાદન અને તેની વિતરણ વ્યવસ્થા જે ખોળવાઈ જશે તેના કારણે ઘણા ખરા પ્રશ્નો ઉભા થયા છે.  આ સ્થિતિમાં સુધારો આવતાની સાથે જ સૌરાષ્ટ્ર અને સુરતના હીરા ઘસુ વેપારીઓ અને જે પ્રશ્નો ઊભા થયા છે તેનું પણ નિવારણ આવું છે અને યોગ્ય રીતે હીરા નો વ્યાપાર થઈ શકશે. આ સ્થિતિ માટે સરકાર દ્વારા અનેક વખત વિદેશી ટ્રેડિંગ હાઉસ સાથે વાતો કરવામાં આવી છે અને તેને અનુરૂપ નવા નિર્ણય પણ લેવામાં આવશે જેનાથી ફાયદો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.