આ તારીખે યોજાશે સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન !! જુઓ કેવી ચાલી રહી છે તૈયારીઓ

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે બોલીવુડ સ્ટાર તથા ક્રિકેટના ખેલાડીઓ લગ્ન ગ્રંથીમાં બંધાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બોલીવુડ સ્ટાર કીયારા અડવાણી અને સિદ્ધાર્થ મન્હોત્રા પણ થોડા જ સમયમાં લગ્ન કરશે. ઘણા સમયથી તેમના ફેન લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને સિદ્ધાર્થ અને કિયારા લગ્નની સિઝનમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. સિદ્ધાર્થ-કિયારાના લગ્નની તારીખ, સ્થળ અને ગેસ્ટ લિસ્ટ લગભગ તૈયાર છે. આ કપલના લગ્નના ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 ફેબ્રુઆરી સુધી ચાલશે.

શેરશાહની ફેમ જોડી રીયલ લાઈફમાં જોડાશે લગ્ન સબંધમાં

ફિલ્મ શેરશાહમાં કીયારા અડવાણી અને સિદ્ધાર્થની જોડી જોવા મળી હતી, જેમને દર્શકોએ ખુબ જ પ્રેમ અને પ્રતિસાદ આપ્યો હતો ત્યારે હવે રીયલ લાઇફમાં આ જોડી સાત જન્મ માટે એક બીજાના થઈ જશે. ત્યારે હાલ સિદ્ધાર્થ વેબ સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળશે. કિઆરા ‘સત્યપ્રેમ કી કથા’માં કામ કરી રહી છે.

ક્યાં થશે બન્નેના લગ્ન ??

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેમના લગ્નમાં લગભગ 100-125 મહેમાનો હાજરી આપશે. આ લિસ્ટમાં ઘણી સેલિબ્રિટીઝના નામ પણ છે. ચર્ચા છે કે સિદ્ધાર્થ અને કિયારાએ લગ્ન માટે જેસલમેરનો લોકપ્રિય પેલેસ સૂર્યગઢ પસંદ કર્યો છે. પ્રી વેડિંગથી લઈ લગ્ન તમામ ફંક્શન પેલેસની અંદર જ યોજાશે. લગ્નમાં માત્ર ફેમિલી મેમ્બર્સ તથા ક્લોઝ ફ્રેન્ડ્સ સામેલ થશે. હજી સુધી લગ્ન અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.

કરણ જોહરથી લઈને ઈશા અંબાણી જેવા મહેમાનો પણ આ હાઈપ્રોફાઈલ લગ્નમાં હાજરી આપશે. મહેમાનોના રહેવા માટે મહેલના લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. આ સિવાય મહેમાન માટે 70થી વાહનો પણ બુક કરવામાં આવ્યા છે, જેમાં મર્સિડીઝ, જગુઆરથી લઈને BMW સામેલ છે.

Bollywood actor Kiara Advani and Sidharth Malhotra finally break the ice, announces wedding date - Bollywood actor Kiara Advani and Sidharth Malhotra finally break the ice, announces wedding date - સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના શાહી લગ્નની જવાબદારી મુંબઈની એક મોટી વેડિંગ પ્લાનર કંપનીને આપવામાં આવી છે. સિદ્ધાર્થ અને કીયારાના લગ્ન રાજસ્થાનમાં યોજવાના છે ત્યારે સિદ્ધાર્થ પોતાના લગ્નની તૈયારીઓને ફાઇનલ ટચ આપવા દિલ્હી ગયો હતો ત્યાંથી પોતાના પેરેન્ટ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે રાજસ્થાન જશે. હોટેલ બુકિંગથી લઈને ટ્રાન્સપોર્ટેશન સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ લગ્નમાં આવનાર મહેમાનો અને અન્ય કાર્યક્રમોના આયોજન માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા ઘણી ગુપ્તતા જાળવવામાં આવી રહી છે.