Abtak Media Google News

બેડમીન્ટન, ટેબલ ટેનીસ, ચેસ અને કેરમ સહિતની ગેમ્સોમાં ૪૦૦ જેટલા તબીબો તથા તેના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો

દવાખાનાઓમાં દર્દીઓનાં વિવિધ રોગોની સારવાર કરવાના કારણે સતત બેઠાડુ જીવન જીવતા ડોકટરો પોતાના આરોગ્ય પ્રત્યે બેદરકાર બની જાય છે. સતત માનસીક તણાવ વચ્ચે કાર્ય કરતા ડોકટરો વિવિધ રમત ગમતો રમતા થઈ ને હળવા ફૂલ થાય તથા પોતાના આરોગ્ય વિશે જાગૃત થાય તેવા ઉદેશ્ય શહેરના ડોકટર એસોસીએશન ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર ઓફ રાજકોટ દ્વારા ગઈકાલે વિવિધ ઈન્ડોર ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં મોટી સંખ્યામાં જનરલ પ્રેકટીશનર ડોકટરો તથા તેના પરિવારજનોએ ભાગ લીધો હતો.

શહેરનાં રેસકોર્ષમાં આવેલા ઈન્ડોર સ્ટેડીયમમાં ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીશનર ઓફ રાજકોટ દ્વારા વિવિધ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બેડમિંટન, ચેસ, કેરમ અને ટેબલ ટેનિસની રમતોનું બે કેટેગરી અંડર ૧૫ અને બોય ૧૫માં લેડીઝ તથા જેન્ટસ વિભાગમાં આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ૪૦૦ જેટલા ડોકટરો તથા તેના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સ્પર્ધામાં વિજેતા થયેલા પ્રથમ, દ્વિતિય અને તૃતીય ખેલાડીઓને મેડલોથી જયારે ભાગ લેનારા તમામ ખેલાડીઓને સર્ટીફીકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ આયોજનને સફળ બનાવવા ફેડરેશનના પ્રમુખ ડો. મહેશ શીંગાળા સેક્રેટરી ડો. દેવેશ જોશી, ચેરપર્સન ડો. કિશોર દેળીયા તથા પ્રોજેકટ ચેરમેન ડો. ભરત વેકરીયા અને ડો. મનોજ ઠેસીયા સહિતના કોર કમિટીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Different-Indoor-Games-For-The-Citys-General-Practitioner-Doctors-Were-Held
different-indoor-games-for-the-citys-general-practitioner-doctors-were-held
Different-Indoor-Games-For-The-Citys-General-Practitioner-Doctors-Were-Held
different-indoor-games-for-the-citys-general-practitioner-doctors-were-held

જી.પી. ફેડરેશન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ બાદ ઈન્ડોર ગેમ્સનું પ્રથમ વખત આયોજન: ડો. મહેશ શીંગાળા

ફેડરેશનના પ્રમુખ ડો. મહેશ શીંગાળાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે આ યોજનનું ઉદેશએ છે કે ડોકટર અને ફેમીલી માટે સેડયુલ ટાઈટ હોય છે. માટે તેમને કસરત અને પ્રોત્સાહન મળે એ માટે નવી નવી ગેમમાં ભાગ લઈ શકે અને મોદી સાહેબના સ્વપ્ન ખેલે ગુજરાતને પ્રોત્સાહન મળે માટે હતુ જીપી ફેડરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સારી રીતે કરે જ છે.

ઈન્ડોર ટુર્નામેન્ટ અમારી સારી રીતે કરે જ છે. ઈન્ડોર ટુર્નામેન્ટ અમારો પહેલો પ્રયાસ છે. જેમાં ટેબલ ટેનીસ બેડમીન્ટન, કેરમ અને ચેસના આયોજન કરેલ છે. અને આગળ પણ આવું કાર્ય કરવા પ્રયત્નો કરશે.

Different-Indoor-Games-For-The-Citys-General-Practitioner-Doctors-Were-Held
different-indoor-games-for-the-citys-general-practitioner-doctors-were-held

ચાર કેટેગરીમાં રમાયેલી ચાર ઈન્ડોર ગેમ્સમાં ડોકટરોએ ઉત્સાહભેર ભાગ લીધો: ડો.એમ.વી. વેકરીયા

ડો.એમ.વી. વેકરીયાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યુંતુ કે જી.પી. ફેડરેશનમાં ચેસ, બેડમીન્ટન અને કેરમની રમતનું આયોજન કરાયું છે. જેમાં એ ખૂબ સફળ રહ્યા છીએ અમે ૮૦૦ મેમ્બરો છીએ તેમાં અંડર ૧૫ અને એબોવ ૧૫ લેડીઝ અને જેન્ટસ એમ ચાર ગ્રુબમાં ગેમ્સનું આયોજન કરાયં હતુ ગેમ્સના સમાપન કાર્યક્રમમાં ભાજપના મેહુલભા, રૂપાણીએ ઉપસ્થિત રહીને વિજેતાઓને ઈનામ આપ્યા હતા.

Different-Indoor-Games-For-The-Citys-General-Practitioner-Doctors-Were-Held
different-indoor-games-for-the-citys-general-practitioner-doctors-were-held

બેઠાડુ જીવન જીવતા ડોકટરો માટે સ્પોર્ટસ જરૂરી છે: ડો. મનીષ ગોસાઈ

અબતક સાથેની વાતચીતમાં ડો. મનીષ ગોસાઈએ જણાવ્યું હતુ કે ડોકટર એ લોકોની હેલ્થ માટે હંમેશા સજાગ હોય છે. તેવી જરીતે પોતાની હેલ્થ માટે પણ સજાગ થવું જરૂરી છે. આજના સમયમાં ડોકટરોને તેમના કિલનીકમાં સેડયુલ ખૂબજ ટાઈટ હોય છે. સાંજ સુધી પોતાની કિલનીકમાં બેઠાડુ જીવન જીવવા વાળા ડોકટર માટે સ્પોટર્સ ખૂબજ જરૂરી છે. અને એટલા માટે ડોકટર તથા લોકોમાં સ્પોર્ટસ પ્રત્યે જાગૃતી આવે એના માટે આ સ્પોર્ટસનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ખૂબ સારો રીસ્પોન્સ મળ્યો છે. રાજકોટના બધા જ ડોકટર, પરિવારના દરેક સભ્યો માટે આ કાર્યક્રમનું આયોજન રાખેલ હતુ. ડોકટરો પણ સમય કાઢીને અહી ઉપસ્થિત રહ્યા છે. લોકોમાં એક સારો એવો મેસેજ પહોચાડવા કે ગમે એટલા વ્યસ્ત જીવનમા શરીરની કાળજી રાખવા સ્પોર્ટસ સાથે ચાલવાનું દોડવાનું અને પોતાની હેલ્તને પણ સાચવી જરૂરી છે.

Different-Indoor-Games-For-The-Citys-General-Practitioner-Doctors-Were-Held
different-indoor-games-for-the-citys-general-practitioner-doctors-were-held

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.