Abtak Media Google News

Gઓ વેલકમ ઓફર પણ લોન્ચ, ગ્રાહકોને કોઇપણ વધારાના ચાર્જ વગર 1 Gબીપીએસની સ્પીડ સાથે અમર્યાદિત ડેટા મળશે

 

ચૂંટણીના માહોલ વચ્ચે Gઓએ ધમાકેદાર સરપ્રાઇઝ આપી છે. આજથી ગુજરાતનાં તમામ Gલ્લા મથકોમાં Gઓએ 5G સેવા શરૂ કરી છે. ઉપરાંત Gઓ વેલકમ ઓફર હેઠળ કોઇપણ વધારાના ચાર્જ વગર ગ્રાહકોને 1 Gબીપીએસની સ્પીડ સાથે અમર્યાદીત ડેટા મળશે.

જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ-5G કવરેજને ગુજરાતના 33 જિલ્લા મુખ્ય મથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના 100% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગુજરાત એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાજ્ય તરીકે ગુજરાતમાં જિયો શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ, ઉદ્યોગ 4.0 અને આઇઓટી ક્ષેત્રોમાં ટ્રુ 5G-સંચાલિત અભિયાનોની શ્રેણી શરૂ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.

ગુજરાતમાં આ શુભ-આરંભ એક મહત્વપૂર્ણ ટ્રુ 5G-સંચાલિત પહેલ ‘એજ્યુકેશન-ફોર-ઑલ’ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શરૂઆતમાં ગુજરાતમાં 100 શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને જિયો ટ્રૂ 5G કનેક્ટિવિટી, એડવાન્સ ક્ધટેન્ટ પ્લેટફોર્મ, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ, સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મની સુવિધાથી સજ્જ કરશે. આ ટેક્નોલોGની તાકાત થકી દેશભરના લાખો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્વારા સશક્તિકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.
રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાજ્ય છે જેના 100% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેક્નોલોGની વાસ્તવિક શક્તિ અને તે કેવી રીતે એક અબજ લોકોના Gવનને અસર કરી શકે તેદર્શાવવા માંગીએ છીએ.

વડાપ્રધાનના ફોકસ એરિયામાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. આગામી 10-15 વર્ષોમાં 300-400 મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાય તેવી શક્તિની કલ્પના કરો. તે દરેક ભારતીયને તેમનું Gવનધોરણ બહેતર બનાવવાની સાથે સાથે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત અર્થતંત્ર બનવાના આપણા માનનીય વડાપ્રધાનના વિઝનને પણ સાકાર કરવામાં મદદ કરશે.

રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઑલ નામનો પ્રોગ્રામ ચલાવે છે, જ્યાં તે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રમત-ગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશક્ત બનાવે છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન ‘એજ્યુકેશન ફોર ઑલ’ અભિયાનને એક નવા સ્તરે લઈ જશે અને શક્તિશાળી 5G-ટેકનોલોGનો ઉપયોગ કરીને પ્લેટફોર્મ્સ સાથે શાળાઓનું ડિજિટાઈઝેશન કરશે અને તેમને ભારત અને વિશ્ર્વમાં શ્રેષ્ઠત્તમની સમકક્ષ લાવશે.

5G થોડા લોકો માટે વિશેષાધિકાર અથવા આપણાં મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ સેવા બનીને ન રહી જાય. તે સમગ્ર ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને Gવનધોરણમાં અસાધારણ રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ થશે. આ અમારી સાતત્યપૂર્ણ માન્યતા છે, જે અમારી વી કેર ફિલસૂફીથી પણ પ્રેરિત છે.

25મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના 1 Gબીપીએસથી વધુની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ ઑફર માટે આમંત્રિત કરવામાં આવશે.

દેશમાં એકમાત્ર ગુજરાત રાજ્ય આખુ 5G અંબાણીએ પોતાના વતન એવા ગુજરાત રાજ્યને 5Gથી સજ્જ કરવા પસંદ કર્યું છે. હજુ અનેક જગ્યાએ 4Gનાં પણ ઠેકાણા નથી ત્યારે ગુજરાતનાં તમામ Gલ્લા મથકોમાં અંબાણીએ 5Gથી સજ્જ કરી દીધા છે એટલે અંબાણીની દેનથી ગુજરાતમાં હવે સાચી ડીGટલ ક્રાંતિ જન્મી છે.

સ્માર્ટ ગેજેટ્સના વપરાશને મળશે પ્રોત્સાહન 5G ટેકનોલોGની ન માત્ર ઇન્ટરનેટને સ્પીડ મળશે પણ સ્માર્ટ ગેજેટ્સના વપરાશને પ્રોત્સાહન પણ મળવાનું છે. ફ્રીજ, ટીવી, માઇક્રોઓવન, વોશીંગ મશીન, એસી, સેલ્ફ ડ્રાઇવીંગ કાર વગેરેમાં 5Gનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત 5G ટેકનોલોG અન્ય પણ ઘણા ક્ષેત્રોમાં ખૂબ ઉપયોગી સાબીત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.