Abtak Media Google News

પત્ની સાથે આડાસંબંધના ઠપકો આપતા જતા દંપતિ સહિત પાંચ શખ્સે તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો

રાજકોટ જીલ્લાના ઉ૫લેટામાં વણકર વાસમાં આડાસંબંધમાં ત્રણ ભાઇ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાની દંપતિ સહીત પાંચ શખ્સો સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉ૫લેટાના બસ સ્ટેન્ડ સામે આવેલો વણકર વાસમાં રહેતા ગીરીશ નટુભાઇ પરમાર નામના યુવાને પાડોશમાં રહેતા રોહીત જીવત ભાસ્કર, જીવણ ડાયા ભાસ્કર, કોમલ રોહિત ભાસ્કર, નિલાબેન જીવણ ભાસ્કર અને સલુ જીવણ સહીતના પરિવારજનોએ એક સંપ કરી આડાસંબંધમાં નડતર રુપ થતા ફરીયાદી સહીત ત્રણ ભાઇઓ લાકડા અને તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યાનું પોલીસ ફરીયાદમાં નોંધાવ્યું છે.

પોલીસે દંપતિ સહીત પાંચ શખ્સો સામે હત્યાની કોશીષનો ગુનો નોંધી પ્રાથમીક તપાસમાં ફરીયાદી ગીરીશ પરમારના ભાઇની પત્ની સાથે આરોપી રોહીત જીવન ભાસ્કરને આડા સંબંધ હોય જે બાબતે ઠપકો આપવા જતા હુમલો કર્યાનું બહાર આવ્યું છે. પોલીસે નાશી છુટેલા શખ્સોને ઝડપી લેવા પી.આઇ. એલ.એલ. ભટ્ટ સહીતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.