Abtak Media Google News

૧૯૩૮ બાદ પ્રથમ વખત પહેલા જ રાઉન્ડમાં હારીને જર્મની બહાર ફેંકાયું

૧૯૩૮ બાદ પ્રથમ વખત પહેલા જ રાઉન્ડમાં જર્મની હારતા ફુટબોલ વર્લ્ડકપમાં ભુકંપ મચી ગયો છે. ઐતિહાસિક વિજય સાથે સાઉથ કોરિયામાં ખુશીનો પાર નથી. ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની આખરી ગ્રુપ મેચમાં સાઉથ કોરિયા સામે ૦-૨ થી હારી જતા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા મેજર અપસેટ થયું હતું. જયારે સ્વિડને જબરદસ્ત દેખાવ સાથે મેકિસકોને હરાવી નોકઆઉટ રાઉન્ડમાં કવોલિફાઈમાં સ્થાન મેળવ્યું છે.

ડિફેન્ડિંગ ચેમ્પિયનને હરાવનારી પ્રથમ એશિયન ટીમ તરીકેનો ઈતિહાસ રચનારી સાઉથ કોરિયાની ટીમ પણ જર્મની સાથે વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ હતી. યોકિમ બોના માર્ગદર્શન હેઠળની જર્મનની સુપરસ્ટાર ટીમના વેનર્ર, મુલર, રેઅસ, ક્રુઝ તેમજ ખેડીરાનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. જયારે સાઉથ કોરિયાએ ઈન્જરી ટાઈમમાં આખરી સાત મિનિટમાં બે વખત ગોલ ફટકાર્યા હતા. સાઉથ કોરિયા સામેની મેચમાં આખરી મિનિટોમાં જીતવા માંગતા જર્મનીના ગોલકિપર નોયરે ગોલ પોસ્ટ છોડીને હરિફ ટીમના હાફમાં પહોંચી ગયો હતો. જોકે હાઈ લાઈનથી લઈને જર્મનીના ગોલપોસ્ટ સુધી બોલને અટકાવનારું કોઈ ન હતું. આ તબકકે કોરિયાના સુ.જે.જોંગે બોલ કંટ્રોલ કરી તેને આગળ તરફ ધકેલ્યો હતો અને સહેલાઈથી ઓપન નેટમાં મોકલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.