Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા વાઈસ ચાન્સેલરની નિમણૂંક કયારે શે તે હજુ પણ નિશ્ર્ચીત યું ની. ગત સપ્ટેમ્બર ૨૦૧૭માં સર્ચ કમીટી બનાવવામાં આવી હતી અને તેના ત્રણ સભ્યોની પસંદગી કરવામાં આવી હતી. આ સર્ચ કમીટીની એક બેઠક યોજાયા બાદ ૨૦મી ફેબ્રુઆરીએ ૧૬માં કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણની ટર્મ પૂરી શે તે પૂર્વે જ નવા કુલપતિની જાહેરાત ઈ જશે તેવું લાગતું હતું. પરંતુ એકાએક સમગ્ર મામલે જાણે રાજકીય વાતાવરણ લાગી ગયું હોય. તેમ કુલપતિ તરીકે મેડીકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડીયાને કાર્યકારી કુલપતિ તરીકે નિયુકત કરી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટીના ૧૭માં કુલપતિ તરીકે નિમણૂંક માટે ચાર નામો મુખ્ય દાવેદાર પદે છે. જેમાં સિન્ડીકેટ સભ્ય ડો.ભાવીન કોઠારી, મેડિકલ ફેકલ્ટીના ડીન ડો.કમલ ડોડીયા, ડો.ગીરીશ ભીમાણી અને ડો.ભરત રામાનુજ કુલપતિ પદે ચર્ચામાં છે. હાલ તો કુલપતિ પદે મ્યુઝીક ચેરની ગેમ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. હાલના કાર્યકારી કુલપતિ ડો.કમલ ડોડીયા યુનિવર્સિટીના ઘણા ખરા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં સફળ રહ્યાં ની. તાત્કાલીકપણે કુલપતિની નિમણૂંક કરવા શિક્ષણ જગતમાં ચર્ચા ઉઠવા પામી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો, કુલપતિ પદે ડો.ભાવીન કોઠારીની નિમણૂંક વાની પણ પુરેપુરી શકયતા છે. ડો.ભાવીન કોઠારી હાલ યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય તેમજ તેઓ ભાજપ સો પણ સંકળાયેલા છે.ડો.ગીરીશ ભીમાણી પણ કુલપતિ પદની રેસ માટે મોખરે હોવાનું જણાય છે કેમ કે તેઓ છેલ્લા ઘણા સમયી કુલપતિ તરીકે ઉમેદવારી નોંધાવી રહ્યાં છે અને યુનિવર્સિટીમાં પણ તેઓ જ્ઞાતિ જુને લઈ ચર્ચામાં હોય, તો તેઓ પણ કુલપતિ તરીકે પસદંગી પામી શકે છે.

આ ઉપરાંત ડો.ભરત રામાનુજનું સન પણ મોખરે છે. તેઓ હાલ એજયુકેશન ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ફરજ બજાવે છે અને આર.એસ.એસ. સો જોડાયેલા છે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી નજીક પણ તેઓ છે.

હાલમાં તો કુલપતિ પદ માટે મ્યુઝીકલ ચેર રમાતી હોય તેવો માહોલ જોવા મળી રહ્યાં છે. જો કે સર્ચ કમીટીના સભ્યોએ ૩ ઉમેદવારનું લીસ્ટ રાજયપાલને આપવા માટે હજુ સુધી બેઠક બોલાવી ની. બેઠક રાજકીય ઈશારે અટકાવાયા હોવાની ચર્ચા પણ શિક્ષણજગતમાં ચાલી રહી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.