સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની કૂલ ૫૩ સેવાઓને આવરી લેવામાં આવી, અરજદારોને ઘરબેઠા સરકારી સેવાનો મળતો લાભ

૧૮૨૮ બાળકોને આધાર કાર્ડ, ૧૬૩૧૭ લોકોને હેલ્ વેલનેસ કાર્ડ અને ૨૨૧૮ માઁ વાત્સલ્ય કાર્ડ કાઢી અપાયા

રાજકોટ જિલ્લામાં ઝૂંબેશ સ્વરૂપે યોજાઇ રહેલા સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની અરજીઓના ધડાધડ નિકાલ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રને સેવા સેતુના આ ચોા તબક્કામાં વિક્રમી અરજીઓ મળી હતી. અત્યાર સુધી મળેલી કૂલ ૨,૪૨,૬૧૩ અરજીઓ પૈકી તમામનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. અરજદારોના ગામ સુધી જઇ તેમનું કામ કરવાના આ અભિયાનને ભારે સફળતા સાથે સરાહના પ્રાપ્ત થઇ છે.

સેતા સેતુ કાર્યક્રમની તા. ૨૯ ઓક્ટોબરની સ્થિતિએ સમીક્ષા કરીએ તો પ્રાપ્ત યેલી કૂલ ૨.૪૨ લાખ અરજીઓ પૈકી માત્ર બે અરજીઓનો નકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ બે અરજીઓ નીતિગત્ત હોવાથી તેનો નિકાલ થઇ શક્યો નથી.

જિલ્લાના તાલુકા પ્રમાણે નિરાકરણ પામેલી અરજીઓની સંખ્યા જોઇએ તો ગોંડલ તાલુકામાં ૭૩૫૭૯, પડધરીમાં ૫૫૨૮૨, રાજકોટ તાલુકામાં ૨૦૮૯૩, ઉપલેટામાં ૧૮૫૫૪, જેતપુરમાં ૧૪૨૬૧, વિંછીયામાં ૧૩૭૩૧, જસદણમાં ૧૧૬૩૭, જામકંડોરણામાં ૧૧૬૦૬, કોટડા સાંગાણીમાં ૯૧૫૦, ધોરાજીમાં ૮૮૯૫અને લોધિકા તાલુકામાં ૫૦૨૩ અરજીઓનું સ્ળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું છે. આમ, એકંદરે અરજી નિકાલનું પ્રમાણ સો ટકા છે. જે સરાહનીય બાબત છે.

સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની કૂલ ૫૩ સેવાઓને આવરી લેવામાં આવી છે. સેવાઓ પ્રમાણે જો જોવામાં આવે તો પશુઓને રસીકરણ સૌથી વધુ કરવામાં આવ્યું છે. જેમાં ૩૪૫૩૭ પશુઓને ખરવા મોવાસા સહિતના રોગો વિરુદ્ધની રસી આપવામાં આવી છે.

જ્યારે, ૩૩૮૪૨ પશુઓનું ડિવર્મિંગ પણ કરવામાં આવ્યું છે. તદ્દઉપરાંત, ૨૫૩૩ આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. તે જ પ્રકારે ૮૦૩ અરજદારોને આધાર કાર્ડમાં સુધારા વધારાકરી આપવામાં આવ્યા છે. વળી, ૧૮૨૮ બાળકોને પણ આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. ૧૬૩૧૭ લોકોને હેલ્થ વેલનેસ કાર્ડ અને ૨૨૧૮ મા વાત્સલ્ય કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે.

આ તબક્કામાં સાતબાર અને આઠ અના ઉતારા ૧૨૪૯૩૪ ખેડૂતોને કાઢી આપવામાં આવ્યા છે. તો ૭૯૬૮ આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા છે. ૮૧૮ જાતિ પ્રમાણપત્રો, ૨૧૫ નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કાઢી આપવામાં આવ્યા છે. રાશન કાર્ડમાં નામ દાખલ કરવાની ૨૦૬૧ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. નામ કમી કરવાની ૧૧૮૨ તા રાશન કાર્ડમાં નામ સુધારવાની ૧૪૮૭ અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે.

નગરપાલિકા વિસ્તારમાં યોજાયેલા કેમ્પોમાં ૨૫૬૦૧ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જેમાં સૌી વધુ રાજકોટ મહાપાલિકા દ્વારા ૯૮૦૮ અરજીઓનું સફળ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

સેવા સેતુમાં આપવામાં આવતી ૫૩ સેવાઓ પૈકી દિવ્યાંગતા પ્રમાણપત્ર, વીજ જોડાણ, બેંકિંગ સેવા, મનરેગા, વારસાઇ, વિધવા સહાય, બસ ક્ધસેશન પાસ, વૃદ્ધ પેન્શન યોજનાસહિત સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ અરજદારોને ઘર બેઠા મળે છે.

કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યા પ્રત્યેક સેવાસેતુ કાર્યક્રમનું મોનિટરિંગ કરે છે.

સેવા સેતુ કાર્યક્રમમાં આવતા અરજદારોને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તેની પણ તકેદારી રાખવામાં આવે છે. આમ, સેવા સેતું કાર્યક્રમએ ખરા ર્અમાં સરકારી સેવા લોકોના ઘર સુધી પહોંચાડી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.