Abtak Media Google News

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા ૭૨ દિવ્યાંગ બાળકો માટેની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગો માટેની હીયરીંગ એઈડ, બ્રેઈલ સ્ટીક, બ્રેઈલ કીટ, સ્માર્ટફોન તથા હાથ-પગ ખામીવાળા બાળકોને કેલીયર્સ, ટ્રાઈસીકલ, વ્હીલચેર, વોકર તથા સ્નાયુની ખામીવાળા બાળકોને સી.પી.ચેર જેવા સાધનો આપવામાં આવ્યા હતા.  આ તકે આર.એમ.સી.ના કમિશનર બંછાનિધી પાની, ખોડલધામના પરેશ ગજેરા, ચંદ્રકાંતભાઈ શેઠ, ભાજપ શહેર પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર દર્શિતાબેન શાહ, એસીપી હર્ષદ મહેતા, નગર શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના સદસ્યો દ્વારા ૭૨ દિવ્યાંગ બાળકોને ઉપયોગી એવી કીટનું વિતરણ કરાયું હતું.

Advertisement

Vlcsnap 2018 03 10 10H07M17S110Vlcsnap 2018 03 10 10H08M15S107

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.