Abtak Media Google News

ગુજરાત સરકારીના રાજયનાં કુપોષિત બાળકોને સુપોષિત કરવાના અભિયાનમાં રાજકોટ દૂધ સંઘે જન ભાગીદારી કરી છે . સામાન્ય જન હિતના કાર્યોમાં નૈતિક જવાબદારીના ભાગરૂપે દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળે જિલ્લાનાં 3326 અને શહેરના 347 કુપોષિત બાળકોને સુપોષણ કીટ વિના મુલ્યે આપીને સુપોષિત કરવાની જવાબદારી ઉપાડેલ છે . સુપોષણ કીટમાં 250 ગામ શીંગ , 250 ગ્રામ દાળીયા , 250 ગ્રામ ગોળ અને 5 નંગ પ્રોટીન બાર ( ચોકલેટ ) નો સમાવેશ થાય છે .

Advertisement

આ અભિયાનના તા .13 / 7 ને દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને મેનેજીંગ ડિરેકટરશ્રી વિનોદ વ્યાસ દ્વારા 5 તાલુકાની 5 આંગણવાડીની મુલાકાત લઈ કુપોષિત બાળકોને સુપોષણ કીટ વિતરણ કરવામાં આવેલ હતી . આ આંગણવાડીઓમાં સુપેડી તા.ધોરાજી , જામીંબડી  વેરાવળ ( શાપર )  અને પારડી  સમાવેશ થાય છે .  ગોડલાધાર અને શિવરાજગઢ તત્વ ગોંડલની આંગણવાડીનાં કુપોષિત બાળકોને આગેવનોની ઉપસ્થિતિમાં સુપોષણ કીટ વિતરણ કરેલ હતી તેમજ દૂધ સંઘે અગાઉ આંગણવાડીમાં કુપોષિત બાળકો માટે મોકલેલ અમુલ મોતી દૂધ બાળકોને પીવડાવવાની કેટલો ફાયદો થયો તેની માહિતી મેળવી હતી .

આજનાં અભિયાનનાં દિવસે દૂધ સંઘનાં નિયામક અને પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાની ઉપસ્થિતિમાં સાજડીયાળી  દૂધ સંઘનાં નિયામક  સુરેશભાઈ લુણાગરીયાએ કોટડા સાંગાણીની આંગણવાડી, હરજીભાઈ ભુવાએ સરધારની આંગણવાડી ,  આંબાભાઇ વિભાભાઇએ કંધેવાળીયાની આંગણવાડી, વનીતાબેન એમ. રૈયાણીએ સુપેડીની આંગણવાડી, લીલીબેન મગનભાઇ મેટાળીયાએ લાલાવદરની આંગણવાડી, વર્ષાબેન એસ. ખાતરાએ ની આંગણવાડી જોશનાબેન એ ગઢીયાએ ઉકરડાની આંગણવાડી , કિરણબેન ક. સાંગાણીએ મકનપરની આંગણવાડીમાં સુપોષણ કીટ વિતરણ કરેલ હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.