Abtak Media Google News

દેશ અત્યાધુનિક બની રહ્યો છે ત્યારે આવનારું ભવિષ્ય પણ ઉજળુ બને તે માટે સરકાર અથાગ પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા પંથકમાં એસસી-એસટીના બાળકોને વિનામૂલ્યે ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું.

વિનામૂલ્યે ટેબલેટ વિતરણમાં ગયા વર્ષે ધો.૧૨માં અભ્યાસ કરી પાસ થયેલી વિદ્યાર્થીનીઓને અને આગળ અભ્યાસ કરવા ઈચ્છીત વિદ્યાર્થીનીઓને ટેબલેટ વિતરણ કરાયા હતા.

ધ્રાંગધ્રા તાલુકા પંચાયત સામાજીક તથા ન્યાય સમિતિ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે વિનામૂલ્યે ૨૫ ટેબલેટ વિતરણની જાહેરાત કરાઈ હતી. છતાં સમગ્ર પંથકના ૬૪ ગામોમાં એસસી-એસટી સમાજની ધો.૧૨માં અભ્યાસ કરતી માત્ર ૨૦ વિદ્યાર્થીઓની જ અરજી હઆવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધ્રાંગધ્રા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શારદાબેન રાઠોડ, તેઓના પતિ રમેશભાઈ રાઠોડ, ધારાસભ્ય પરસોતમ સાવરીયા, જીલ્લા પંચાયતના પ્રમુખ ચેતન ખાચર, દેવપાલસિંહ ઝાલા, સામાજીક કાર્યકતા અમીતભાઈ ચાવડા સહિતનાઓએ હાજરી આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.