Abtak Media Google News

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા

ભારતના રાષ્ટ્રપિતા એટ્લે મહાત્મા ગાંધી’ આપણે સૌ તેમને “બાપુ’’ તરીકે ઓળખીએ છીએ. ભારત ભરમાં ચરખાનું ચલણ પ્રચલિત હતું. ભારત દેશની સ્વતંત્રતા આંદોલનના સમયમાં ખાદીનું ખુબ જ મહત્વ રહ્યું હતું. ગાંધીજીએ ઈ.સ. ૧૯૨૦ પછીના દશકમાં ગામડાંઓને આત્મ નિર્ભર બનાવવાને માટે અને ખાદીના પ્રચાર-પ્રસાર પર ખુબ જ જોર આપ્યું હતું.

ગાંધીજીએ અંહિસા, પ્રેમ અને સાદાઈ જેવા ગુણોને જીવનમાં ઊતાર્યા હતા. ત્યારે ધ્રાંગધ્રામાં ગાંધીજીના જન્મજયંતિ નિમિતે બાપુની અનોખી કૃતિ બનાવીને ઉજવણી કરવામાં આવી છે. આ કલાકૃતિ શંભુભાઈ દ્વારા બનાવવામાં આવી છે. તે આ ક્રુતિ દ્વારા સંદેશ આપવા માંગે છે સ્વદેશી ચીજવસ્તુઓ તરફ લોકો આકર્ષાય અને યુવાવર્ગ ખાદી અપનાવે.

Screenshot 2 6

શંભુભાઈ દ્વારા ગાંધીજીની મોર્ડન આર્ટ ચિત્ર બનાવાયેલું આ ચિત્ર અવાચક કરી મૂકે છે. એસીપી બેકેરાઈટ પસંદગી અને ઝીણવટભરી વિગતોનો સુમેળ તેને ઉત્કૃષ્ટ બનાવે છે. કળા આપણને આપણી જાત શોધવાની ક્ષમતા આપે છે, અને સાથે આપણી જાતને મહાન પુરુષોના જીવન ચરિત્રમાં ખોવાની પણ પ્રેરણા આપે છે શંભુભાઈ અગાઉ પણ યોગ દિવસ કારગીલ વિજય દિવસ નરેન્દ્રમોદીજી ના જન્મદિવસની વિવિધ કલાકૃતિ દ્વારા સમાજને સંદેશ આપતી કલાકૃતિ બનાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.