Abtak Media Google News

જિલ્લા વિતરણ કેન્દ્રોએ ગોઠવાઇ વ્યવસ્થા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઓક્ટોબર માસમાં ખાસ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટેના ફોર્મ ભરાઈ ગયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટનું વિતરણ કરવામાં આવશે.

હોલ ટિકિટ તૈયાર થઈ જતાં બુધવારે ૧૧થી ૪ વાગ્યા દરમિયાન જિલ્લાના વિતરણ કેન્દ્રો પરથી આપવામાં આવશે. સ્કૂલોએ હોલ ટિકિટ મેળવી વિદ્યાર્થીઓને આપવાની રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું હતું. સ્કૂલોએ ઓનલાઈન ફોર્મ ભર્યા હોય તેના આધારો સહિતની ફાઈલ જો બોર્ડની કચેરીમાં જમા કરાવી ન હોય તો સ્કૂલોએ જિલ્લાના વિતરણ કેન્દ્રો પર જમા કરાવવાની રહેશે તેમ પણ બોર્ડ દ્વારા જણાવાયું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.