Abtak Media Google News

રઘુવંશી જીનિંગ ઈન્ડસ્ટ્રીઝ, પડધરીની આર્યન બિડ, રામકોટેક્ષ, અક્ષર ઈન્ડસ્ટ્રીઝ, અંબિકા સિલ્વર સહિતની જુદી-જુદી ૬૨ પેઢોઓ સામે કાર્યવાહી

માલ્યા, મોદી કાંડ બાદ સમગ્ર દેશમાં બેંકોના વધી રહેલા એનપીએ ઘટાડવા માટે રિઝર્વ બેન્કની કડક સુચના મુજબ સિકયુરાઈઝેશન એકટ મુજબ બેંકોને ધુંબા મારનાર પેઢીઓ સામે કડક હો કાર્યવાહી કરવા આદેશ જારી કરાયો છે જેને પગલે રાજકોટ જિલ્લાની જુદી જુદી બેંકોમાંથી લોન લઈ રૂ.૩૩૩ કરોડી વધુની રકમ નહીં ચૂકવનાર ૬૨ પેઢીઓ સામે જપ્તીની કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ મામલતદારોને આદેશ જારી કરતા દેવાદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ રિઝર્વ બેન્કની સુચના મુજબ રાજકોટની જુદી જુદી બેંકોમાંઠીક લોન લીધા બાદ લોનની ચડત રકમ વસુલવા બેંકો દ્વારા વારંવાર માગણા નોટીસ મોકલવા છતાં લોન લેનાર પેઢીઓ, કંપનીઓ દ્વારા બેંકોની લોનની રકમ ચૂકવવાની દરકાર ન લેવાતા ઈન્ડિયા ઈન્ફોલાઈન હાઉસીંગ ફાઈનાન્સ, આદિત્ય બિરલા ફાયનાન્સ, ઈન્ડિયન ઓવરસીસ બેંક, હિરા ફીન કોર્પો. આંધ્ર બેંક, નાગરિક બેંક, સેન્ટ્રલ, બેંક, આધાર ફાયનાન્સ, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, એ.યુ.સ્મોલ બેંક, આઈસીઆઈસીઆઈ, રાજકોટ નાગરિક સહકારી બેંક વગેરે બેંકોમાંથી કુલ મળી ૩૩૩ કરોડ ૩૯ લાખ ૩૮ હજાર ૩૦૯ રૂપિયાની બાકી વસુલાત તી ન હોય. બેંકો દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ સિચયુરાઈઝેશન એકટ હેઠળ લોન લેનાર પેઢી અને તેમના ભાગીદારોની મિલકતો જપ્ત કરવા કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જેને પગલે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા જુદી જુદી બેંકોની બાકી લોન વસુલાત પેટે કુલ મળી ૬૨ આસામીઓ સામે જપ્તીની કાર્યવાહી કરવા રાજકોટ જિલ્લાના મામલતદારોને અધિકૃત કર્યા છે. બેંકોમાંથી લોન લઈ નાણા નહીં ભરપાઈ કરનાર પડધરીના આર્યન બીડ્સ પ્રા.લી., રાજકોટની મેસર્સ અક્ષર ઈન્ડસ્ટ્રીઝ, હેલીગર હાઉસીંગ ફાયનાન્સમાંથી લોન લેનાર મહેશ ડાયાલાલ ચૌહાણ, શક્તિ બ્રાસ, જયદુર્ગા જવેલર્સ, રાજ કોટન, સવસ્તીક ટ્રેડીંગ, રામ કોટેક્ષ, મોહિ કોર્પોરેશન, પ્રભુતી બિલ્ડકોન, ડી.જે.એન્ટરપ્રાઈઝ, જય ગીરનારી મેન્યુફેકચરીંગ, બ્રાઉન સ્ટાર એન્જીનીયર, ર્પા એન્જીનીયર, ભવાની હોમ પ્રોડકટ, બાલાજી મેટલ, પામ એન્ટરપ્રાઈઝ, સાવલીયા કોટન જીનીંગ, રાધેશ્યામ ફાયબર, ઉમા શક્તિ ઓઈલ એન્ડ કોટન ઈન્ડ., રઘુવંશી કોટન, જીનીંગ ઈન્ડસ્ટ્રીઝ સહિતની ૬૨ પેઢીઓ-વ્યક્તિઓ અને તેમના ભાગીદારોની મિલકત જપ્ત કરવા આદેશ તાં જ ચકચાર જાગી છે અને બેંકને ધુંબા મારનાર નાદારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.