Abtak Media Google News

સમિતિની બેઠકમાં રૂા.૪.૫૭ કરોડના વિકાસકામોને અપાઈ વહિવટી મંજૂરી: રૂા.૫.૦૩ કરોડના કામોની મુદત વધારાઈ

જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠકમાં આજે સમિતિનું રૂા. ૫.૬૮ કરોડનું બજેટ મુકવામાં આવ્યું હતુ ઉપરાંત રૂા.૪.૫૭ કરોડના વિકાસ કામોને વહિવટી મંજૂરી આપવામાં આવી હતી જયારે રૂા.૫.૦૩ કરોડના કામોની મુદત વધારવામાં આવી હતી.

Advertisement

આજે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક ચેરમેન મગનભાઈ મેટાળીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં સભ્ય ધૃપદબા જાડેજા, સોનલબેન પરમાર અને વિપુલભાઈ ધડુક ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રૂા. ૫૬૮.૬૫ કરોડ લાખનું બજેટ મુકાયું હતુ જેમાં જિલ્લા પંચાયત હસ્તકના મકાનોની જાળવણી માટે રૂા. ૪૦૨ લાખ, જિલ્લા પંચાયતના કર્મચારીઓના મકાનોના બાંધકામ માટે રૂા.૧૧૦ લાખ તેમજ રાજકોટ જિલ્લા પંચાયત બાંધકામ વિભાગને લગત અન્ય યોજનાઓ માટે રૂા.૩૭ લાખની જોગવાઈ કરવામાં આવી છે.

વષૅ ૨૦૨૦-૧૨૧નાં આ બજેટને મંજૂરી માટે સામાન્ય સભામાં દરખાસ્ત કરવામાં આવી છે. વધુમાં બેઠક દરમિયાન રોડ રસ્તા સહિતના કુલ ૧૦ કામો રૂા. ૪૫૭.૨૬ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યા હતા. જયારે રૂા ૫૦૩.૬૩ લાખના ત્રણ કામો માટે મુદત વધારો મંજૂર કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.