Abtak Media Google News

સરકારી કચેરીઓમાં અરજદારોની મુશ્કેલીઓ નિવારવા કલેકટરશ્રીનો અનુરોધ

જિલ્લા કલેકટર શ્રીમતી પી.ભારતીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સાંસદ શ્રી રામસિંહ રાઠવા, ધારાસભ્યો સર્વશ્રી કેતન ઇનામદાર, મધુભાઇ શ્રીવાસ્તવ, જશપાલસિંહ ઠાકોર, અક્ષયકુમાર પટેલે પોતાના વિસ્તારના રસ્તા, પીવાનું પાણી, કેનાલના કામો, સિંચાઇનું પાણી, ઔદ્યોગિક પ્રદૂષણ, કારખાનાઓમાં કામ કરતા કામદારોને સરકારી ધારાધોરણો કરતાં ઓછું વેતન આપવું જેવા પ્રશ્નોની રજૂઆત કરી હતી. કલેકટરશ્રીએ ધારાસભ્યશ્રીઓના પ્રશ્નોના સમયમર્યાદામાં હકારાત્મક ઉકેલ કરવા સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

Img 20180217 Wa0016સાવલીના ધારાસભ્યશ્રી કેતન ઇનામદારે સાવલી તાલુકામાં માર્ગ મકાન રાજ્ય અને પંચાયત દ્વારા હાથ ધરવામાં આવેલા રસ્તાના કામો ગુણવત્તાયુક્ત રીતે સમયમર્યાદામાં પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. તો સાવલી ડેસર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આગામી ઉનાળા પૂર્વે પીવાના પાણીનું અત્યારથી જ આગોતરૂ આયોજન કરવાની રજૂઆત કરી હતી. જેથી ઉનાળામાં પીવાના પાણીના પ્રશ્નો ઊભા થાય નહીં.

Img 20180217 Wa0017કલેકટર શ્રીમતી પી.ભારતીએ આગામી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે દરેક પ્રાંત અધિકારીએ પાણી પુરવઠા બોર્ડ સાથે બેઠક યોજી જરૂરી આયોજન કરવા સૂચનાઓ આપવા સાથે વડોદરા જિલ્લામાં માર્ગ મકાન સ્ટેટ અને પંચાયત હેઠળ ચાલતા વિવિધ રસ્તાના કામોનો વિગતવાર અહેવાલ દરેક ધારાસભ્યને આપવા સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

Img 20180217 Wa0018સાવલી-ડેસર તાલુકા સહિત સરકારી કચેરીઓમાં નાનામાં નાના અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા ઉપરાંત અરજદારોના કામો સમયમર્યાદામાં થાય તે જોવા કલેકટરશ્રીએ પ્રાંત અધિકારીઓને તાકીદ કરી હતી.

Img 20180217 Wa0019આ બેઠકમાં કલેકટરશ્રીએ નાગરિક અધિકારપત્રની બાકી અરજીઓ, સાંસદ/ધારાસભ્યશ્રીઓના પડતર પ્રશ્નો, સરકારી કર્મીઓના પ્રશ્નો, લોકોની પડતર અરજીઓ, સરકારી લેણાંની વસુલાત, તકેદારી આયોગના પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદમાં ઉકેલ કરવા સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

Img 20180217 Wa0023આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિજયસિંહ વાઘેલા, પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબિયા સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.