Abtak Media Google News

Screenshot 8 રેસકોર્સ મેદાનમાં દિવ્ય દરબારમાં બે દિવસ સુધી છ-છ કલાક લોકોને થશે અલૌકિક અનુભૂતી લોકોને બાબાની દિવ્ય વાણીનો લાભ લેવા બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટનું આહ્વાન

ધર્મ, કર્મ, જ્ઞાન, શ્રધ્ધા, ભક્તિ અને સંસ્કાર દ્વારા સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ  અને પરંપરાની ઉજ્જવળ ગરીમાને જીવંત કરવા માટે રેસકોર્સ મેદાનમાં આજે અને આવતીકાલે બે દિવસ માટે બાગેશ્વર ધામનાં વડાં પૂ. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉપસ્થિતિમાં મહા હિન્દુ ધર્મ સંમેલન અને મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહા દિવ્ય દરબારની શરૂઆત થશે. બંને દિવસ આ મહા દિવ્ય દરબારમાં લાખ્ખો લોકોની મેદની ઉમટી પડશે. આ દિવ્ય દરબારમાં આવનારા લોકો માટે સુંદર બેઠક વ્યવસ્થા ઉપરાંત ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા વિનામૂલ્યે રાખવામાં આવી છે. રેસકોર્સ મેદાનમાં આ મહા દીવ્ય દરબારની તમામ તૈયારી પૂર્ણ થઇ ગઈ છે.

Advertisement

Screenshot 6

આ દિવ્ય દરબારમાં અયોધ્યા હનુમાનગઢી મુખ્ય મંદિરના સંત તપોનિષ્ઠ પ.પૂ.કલ્યાણદાસજી મહારાજ, બી.એ.પી.એસ.-રાજકોટનાં પૂ.અપૂર્વમુનીદાસ સ્વામી, જુનાગઢ  ભારતી આશ્રમનાં પૂ. ઇન્દ્ર્ભારતી બાપુ, મુંજકા આર્ષ  વિદ્યાપીઠનાં પૂ. પરમાત્માનંદ સરસ્વતી, સારંગપુરના શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના પૂ.વિવેકસાગરદાસ સ્વામી,  દૂધરેજ શ્રી વડવાળાની જગ્યાના પૂ. કનીરામબાપુ,  રાજકોટ ભુપેન્દ્રરોડ સ્વામિનારાયણ મંદિરના પૂ.રાધારમણદાસ સ્વામી, રાજકોટ કરણસિંહજી હાઇસ્કુલ સ્થિત બાલાજી મંદિરના પૂ. વિવેકસાગરદાસ સ્વામી, હરિધામ સોખડાના પૂ. ત્યાગવલ્લભ સ્વામી, ખીરસરા આશ્રમનાં પૂ. ભક્તીપ્રસાદ સ્વામી, રાજકોટ ઇસ્કોન મંદિરના પૂ.વૈષ્ણવસેવાદાસ મહારાજ, નાના મવા સ્થિત કૈલાસધામ આશ્રમનાં ત્યાગી મનમોહનદાસજી,  બ્રહ્માકુમારી ભારતીદીદી, જામજોધપુર સ્થિત સત  પુરણધામ આશ્રમનાં સંત જેન્તીરામ બાપા તથા સદગુરુ સાહેબ   હરિરામ બાપા સહિતના સંતો ઉપસ્થિત રહેશે.

આજે બપોરે 4 થી 5 દરમિયાન ડાયરાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગીરનો સાવજ ગણાતા રાજભા ગઢવી અને લોક ગાયક તૃપ્તિબેન ગઢવી લોકકલા પીરસશે. આ ડાયરા પછી 5  વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દિવ્ય દરબાર મળશે. આ દિવ્ય દરબારની સફળતા માટે છેલ્લા એક મહિનાથી રાત-દિવસ એક કરી રહેલી બાગેશ્વર ધામ સેવા સમિતિના સભ્યોએ લોકોને બાબાની દિવ્ય વાણીનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ

સોમનાથ મહાદેવની પાઘ પૂજા અને ધ્વજાપુજા કરી ધન્યતા અનુભવી

Screenshot 7

અબતક, જયેશ પરમાર,  સોમનાથ: મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ ગુજરાતના પ્રવાસે હોય  મધ્યાહન સમયે સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર  વિજયસિંહ ચાવડાએ તેઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું. મંત્રોચ્ચાર સાથે બ્રાહ્મણો દ્વારા તેઓને મંદિરમાં આવકારવામાં આવ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતાં. પૂજારી શ્રી દ્વારા ચંદન તિલક કરીને તેઓને આશીર્વાદ અપાયા હતા. જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં પૂજન નું અનેરૂ મહત્વ રહેલું છે ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ  ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવની ધજા પૂજા અને પાઘ પૂજા કર્યા હતા.

સનાતન ધર્મમાં શૌર્ય અને ત્યાગનું પ્રતીક ગણાતી કેસરિયા રંગની પાઘ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજે સોમનાથ મહાદેવને પૂજનમાં અર્પણ કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સોમનાથ મંદિરના પુરોહિતો દ્વારા તેઓને પૂજા કરવામાં આવી હતી. પૂજન પૂર્ણ થયા બાદ શાસ્ત્રીજીએ સોમનાથ ટ્રસ્ટની સ્વસ્થ ધ્વજા રોહણ સુવિધાનો લાભ લઈને પોતાના હાથે દોરડું ખેંચીને ધ્વજાને શિખર સુધી પહોંચાડી હતી. મંદિરની સુચારુ દર્શન વ્યવસ્થા અદ્વિતીય સ્વચ્છતા અને સુનિયોજિત મંદિર વ્યવસ્થાપન બદલ તેઓએ સોમનાથ ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે તેમની સાથે પ્રસિદ્ધ લોક ગાયક  કિર્તીદાનભાઈ ગઢવી, ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે, નાયબ પોલીસ અધિક્ષક ખેંગાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

માંગરોળમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ અચાનક લીધી મુલાકાત

અબતક, નિતિન પરમાર, માંગરોળ: માંગરોળમાં બાગેસ્વર ધામના  ધીરેન્દ્ર શાસ્ત્રીની અચાનક માંગરોળની  મુલાકાત લીધી  હતી. માંગરોળમાં ચાલતી ભાગવત કથા માં અચાનક હાજરી આપીને  ભાગવતકાર જીજ્ઞેશ દાદાની સાથે  મુલાકાત કરી વાતચીત કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે કલાકાર કિર્તીદાન ગઢવી સહિતના અનેક લોકો તેમની સાથે  ઉપસ્થિત રહ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીની અચાનક મુલાકાતથી લોકોમાં અચંબોમાં પડી ગયા હતા. માંગરોળ કથામાં માંગરોળ તેમજ કેશોદ ધારાસભ્ય ની હાજરી પૂર્વ મંત્રી દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા સહિત હજારોની સંખ્યા માં માણસ મેદની ઉભરાય હતી. કથા વચ્ચે બાબા ભાગેશ્વર  ધીરેન્દ્ર શાસ્ત્રીજી પધારતા ની સાથે જ કથા સાંભળવા આવનાર તમામ લોકોમાં ખુશી માહોલ બાબા બાગેશ્વર ધામની જેય ના નાદ સાથે લોકોએ વધાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.