Abtak Media Google News

1 અને 2 જૂન સાંજે 4 થી 10 રેસકોર્ષમાં દિવ્ય દરબાર: તડામાર તૈયારીઓ: 32 સમિતિઓની રચના

સૌરાષ્ટ્ર્રનું પાટનગર રાજકોટ હંમેશાથી આસ્થા અને આધ્યાત્મ મામલે અગ્રેસર રહ્યું છે. સૌરાષ્ટ્ર્રની ધરા સંતો મહંતોની ગણાય છે. રાજકોટની પાવન ધરતી ઉપર રેસકોર્સ મેદાનમાં  આગામી 1 અને 2 જૂનના રોજ વિશ્વ પ્રસિધ્ધ બાગેશ્વરધામ બાલાજી હનુમાનના આસ્થાના કેન્દ્ર અને બાગેશ્વરધામ મધ્યપ્રદેશના પિઠાધિપતિ પંડિત ધિરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી રાજકોટમાં સનાતન હિન્દુ ધર્મના પ્રચાર અર્થે પધારી રહ્યા છે.

Advertisement

પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વર્તમાનમાં તેમની આધ્યાત્મિક આભાથી લોકોના જીવનની સમસ્યાનું સમાધાન કરવા બાબતે ખુબ જ   લોકપ્રિય થયા છે, સાથે જ તેઓ સનાતન ધર્મની પુન:સ્થાપના અને હિન્દુ રાષ્ટ્ર્ર વિશે પણ ખુલીને પોતાની વાત ખુબજ સ્પષ્ટ્તાપૂર્વક મુકી રહ્યા છે.   તેઓ આજની યુવા પેઢીમા પણ અતિ લોકપ્રિય બન્યા છે. જયાં પણ તેમના દિવ્ય લોકદરબારો લાગે છે ત્યા લાખોની સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. રાજકોટમાં પણ  જનતા   મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટ દ્રારા આ આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે જેમાં વિવિધ 32 જેટલી કમિટીની રચના કરાઈ છે.   છનિયારા મશીન ટૂલ્સના યોગીનભાઈ છનિયારા જેઓ બાગેશ્વરધામ મધ્યપ્રદેશ ખાતે સમિતિમાં સેવા આપી રહેલ છે અને ત્યાંના મંદિરના જિર્ણેાધ્ધાર અને વ્યવસ્થા સંભાળી રહેલ છે, તેમના પ્રયાસથી ગુજરાત ખાતે પ્રથમવાર બાબા બાગેશ્વર રાજકોટ આવી રહ્યા છે.

આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે બાગેશ્વરધામ સેવા સમિતિ રાજકોટના યોગીનભાઈ  છનિયારા, વિજયભાઈ વાંક, ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ ઉકાણી, પરેશભાઈ ગજેરા, ડી.વી.મહેતા, ઘનશ્યામભાઈ હેરભા, કિશોરભાઈ ખંભાયતા, મુકેશભાઈ દોશી, રાજુભાઈ પોબારૂ, જયેશભાઈ ઉપાધ્યાય, કાંતિભાઈ ઘેટિયા, ભરતભાઈ દોશી, કાંતિભાઈ ભુત, સુજીતભાઈ ઉદાણી, સુરજભાઈ ડેર, જયદેવસિંહ જાડેજા, રવિભાઈ ચાંગેલા, જયેશભાઈ ડોબરિયા, કેયુરભાઈ રૂપારેલ, શાંતુભાઈ રૂપારેલિયા, શૈલેષભાઈ જાની, બંકિમભાઈ મહેતા, મીલનભાઈ કોઠારી વગેરે અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.