Abtak Media Google News

19 વોચ ટાવરની મદદથી પોલીસ લોકમેળાની તમામ ગતિવિધિ પર નજર રાખશે : મેળામાં મુખ્ય 4 અને 2 ઇમરજન્સી સહિત 6 ગેઇટ

રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી મંગળવારથી શરૂ થઇ રહેલા રસરંગ લોકમેળો શહેલાણીઓ શાંતિપૂર્વક માળી શકે તે માટે શહેર પોલીસ દ્વારા જડબેસ્લાખ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. બંદોબસ્તની તૈયારીઓને પોલીસે આખરી ઓપ આપી દીધો છે. જેમાં સુત્રોએ જણાવ્યું કે લોકમેળામાં બંદોબસ્તનું સુપરવિઝન ડીસીપી રેન્કના અધિકારી કરશે. તેની નીચે 2 એસીપી, 6 પીઆઇ, 37 પીએસઆઈ, 123 પોલીસમેન, 44 મહિલા પોલીસ, 108 એસઆરપીના જવાનો, 133 હોમગાર્ડ જવાની અને 26 મહિલા પોલીસ સહિત કુલ 550 સુરક્ષા જવાનો તૈનાત રહેશે.

2 એસીપી, 6 પીઆઇ, 37 પીએસઆઈ, 123 પોલીસમેન, 44 મહિલા પોલીસ, 108 એસઆરપી જવાનો, 133 હોમગાર્ડ અને 26 મહિલા પોલીસ સહિત કુલ 550 ક્રમીઓ સુરક્ષામાં

લોકમેળામાં કુલ 4 પ્રવેશ દ્વારથી લોકો પ્રવેશી શકશે. આ ઉપરાંત બે ઇમરજન્સી પ્રવેશદ્વાર પણ રહેશે. સમગ્ર મેળાની ગતિવિધિઓ ઉપર વોચ રાખવા માટે 12 વોચ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. મેળાના તમામ પ્રવેશ દ્વારો ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે.ખાસ કરીને ખિસ્સાકાતરૂઓ અને છેડતી કરનારા તત્વોને કોઇ મોકો ન મળે તે માટે પોલીસને વિશેષ તકેદારી રાખવા માટે વરિષ્ઠ અધિકારીઓએ આદેશ આપ્યા છે. લોકમેળામાં પોલીસ કંટ્રોલ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે. જેથી રાજકોટ વાસીઓ લોકમેળો આનંદ અને શાંતિપૂર્વક મળી શકે તે માટે સતત પાંચ દિવસ સુધી પોલીસ દિન રાત સુરક્ષામાં ખડે પગે રહેશે.

આ સ્થળે ટુ વ્હીલર,કાર,બસ અને સરકારી વાહનો પાર્કિંગ કરી શકાશે

લોક મેળામાં આવતા શહેરીજનો માટે તંત્ર દ્વારા અનેક પાર્કિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે જેમાં નહેરૂ ઉદ્યાન, બહુમાળી ભવન સામે, પ્રવેશ બહુમાળી ચોકમાં કાર, મો.સા. સાયકલ,એરપોર્ટ ફાટક થી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલ્વે પાટા સામે બસ, કાર, મો.સા. સાયકલ,બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર મોટર સાયકલ તથા સાયકલ,નવી ક્લેકટર કચેરી સામે કાર મો.સા ,કિશાનપરા ચોક, એ.જી.ઓફિસની દિવાલ પાસે 15-રીક્ષામાં ઓટો રીક્ષા,કિશાનપરા ચોક સાયકલ શેરીંગવાળી જગ્યામાં ટુ-વ્હીલર માટે,આયક વાટીકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં કાર મોસા,સાયકલ,ચૌધરી હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર તથા ફોર-વ્હીલર,આકર ભવન પાછળ આવેલ યુસફાઈના પ્લોટમાં,કિશાનપરા ચોક જુની કેન્સર હોસ્પીટલનું ગ્રાઉન્ડ,કિશાનપરા ચોક કેપીટલ હોટલ પાલનું ગ્રાઉન્ડ,એસ.બી.આઈ. બેન્ક સામે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ પાણા બિલ્ડીંગ ચોક પાસે ગંગરરચના અધિકારી કચેરીનુ ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર , એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનુ ગુજરાત રાજય સહકારી ક્રૃષી અને ગ્રામીણ વિકાસ બેંકનું ગ્રાઉન્ડમાં ટુ-વ્હીલર માટે ફોર-વ્હિકલ,ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ ફોર-વ્હિલ,સરકીટ હાઉસ સામે મેમેણ બોડીંગનું ગ્રાઉન્ડ ટુ-વ્હીલર માટે,હોમગાર્ડ ઓફીસર ફોલોની બહુમાળી ભવન સામે ફકત સરકારી વાહન માટે જેવી પાર્કિગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.