Abtak Media Google News

સામાન્ય કુટુંબમાં જન્મેલા જીમીષે અગાઉ રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડસ પણ મેળવ્યા છે,અત્યંત સાધારણ કુટુંબમાં જન્મેલ જીમીષના પરિવારને થોડા સમય બાદ જાણવા મળેલ કે જીમીષ મંદ બુઘ્ધિ છે. પરંતુ જીમીષ સખ્ત પરિશ્રમ થી છેલ્લા ૧૪ વર્ષથી જુદી જુદી જગ્યાએ પ્રાઇવેટ સંસ્થામાં નોકરી છે. જીમીષ ભાસ્કરભાઇ પારેખ છેલ્લા ૯ વર્ષથી એકજ ક્ધસ્ટ્રકશન કંપની પટેલ એજન્સીમાં ઓફીસ આસીસ્ટન્ટ તરીકે કામ કરે છે. અને ‚ા ૬૦૦૦ માસિક પગાર મેળવે છે. સાથે સાથે જીમીષ પોતાનું રોજીદું જીવનનું તમામ કાર્ય પોતે જ કરે છે. સાયકલ ચલાવે છે. છેલ્લા દસ બાર વર્ષથી સ્કુટર ચલાવે છે. અને તમામ ઓફીસ ઘરના સ્વતંત્ર કાર્ય પોતે જાતે જ કરે છે. બેકીગ, પોસ્ટ ઓફીસ, ઇલેકટ્રીસીટી બીલ, વેરાબીલ, મોબાઇલ બીલ: સ્વૈચ્છાએ જે તે સ્થળે વાહન ચલાવી ભરવા માટે જાય છે. અને સમય કાઢી સર્વિસમાંથી દિવ્યાંગ બાળકો માટે કામ કરતી રાજકોટની ખ્યાતનામ પ્રયાસ સંસ્થાના તાલીમ આપવા જાય છે. સામાન્ય કુટુંબમાં જન્મેલા બા-બાપના દિકરાને બે વખત ગુજરાત રાજયના મુખ્યમંત્રીએ એવોર્ડઝ આપી સન્માનીત કરેલ છે. આ ઉપરાંત સૌથી મોટો એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડ પણ જીમીષે બેસ્ટ એમ્પલોયઝ તરીકેનો પણ મેળવેલ છે. જીમીષ હવે પોતાની જીંદગી સ્વતંત્ર નોર્મલ બીજા બાળકોની જેમ જીવે છે અને આનંદ કરે છે. સમાજ માટે જીમીષએ અને તેના માતા-પિતાએ એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે. જીમીષને આ સ્થળે પહોચાડવામાં પુજા પટેલનો અવિસ્મરીયણ ફાળો રહેલ છે. મતદાર તરીકેની લાયકાત ધરાવતા તમામ લોકોની મતદાર તરીકે નોંધણી થાય તેમજ તેઓ નૈતિકતાપૂર્ણ અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા અને તેમને ચુંટણી પ્રક્રિયાથી શિક્ષીત કરવા માટે આઇકોનની નિયુકિત કરવાની ચૂંટણી પંચની સુચના અનુસાર જીમીષ પારેખની શારીરિક અક્ષમ વ્યકિતઓ મતદારો માટેની આઇકોન તરીકે દરખાસ્ત કરવામાં આવેલ છે. જે અનુસાર વિધાનસભા સામાન્ય માટે જીલ્લા આઇકોન તરીકે જીમીષ ભાસ્કરભાઇ પારેખની નિમણુંક અપાઇ છે. જીલ્લા આઇકોન તરીકે નિમયુંક પામેલ જીમીષ ભાસ્કરભાઇ પારેખ કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી અને નાયબ જીલ્લા ચુંટણી અધિકારી તથા નોડલ ઓફીસરની સુચના મુજબ મતદાર તરીકેની લાયકાત ધરાવતા તમામ શારીરિક અક્ષમ મતદારોની મતદાર તરીકે નોંધણી થાય તેમજ તેઓ નેતિકતાપૂર્ણ અચૂક મતદાન કરે તે માટે જાગૃતિ લાવવા અને તેમને ચુંટણી પ્રક્રિયાથી શિક્ષીત કરવા સ્વીપ અંતર્ગત કામગીરી કરશે. ઉલ્લેખનીય છે કે જીમીષના પિતા ભાસ્કરભાઇ પારેખ જે પોતે સીનીયર સીટીઝન છે. મીકેનીકલ એન્જીનીયર છે. અને ગર્વમેન્ટના રીટાયર્ડ ઓફીસર છે. તેઓ પોતે પણ યુવાન શરમાવે તેવી સ્ફૂતિથી કામ કરી પ્રયાસ નામની સંસ્થાની સ્થાપના કરી દિવ્યાંગ બાળકો તેમજ તેમના પરીવારો માટે નેત્રદિપક કામગીરી કરી રહ્યા છે. તે જ રીતે જીમીષના માતુશ્રી હંસાબેન પારેખ પણ પતિ સાથે ખંભે ખંભો મીલાવીને તમામ દિવ્યાંગ બાળકોને પોતાના જ બાળકો ગણી મદદરુપ થવા તેમનું મોરલ ટકાવી રાખવા સતત કાર્યરત રહે છે. જીમીષ રાજકોટની પ્રયાસ ઉપરાંત એનીમલ હેલ્પલાઇન શ્રીજી ગૌશાળા, વિવેકાનંદ યુથ કલબ સહીતની સંસ્થાઓમાં પણ યથા શકિત સેવા આપતો રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.