Abtak Media Google News

કાર્બોનેટેડ ઠંડા પીણા પર જીએસટી ની સાથે અતિરિક ૧૨ ટકાનો સેસ પણ લગાવ્યો 

જીએસટી કાઉન્સિલ ની ૪૫ મિ બેઠકમાં અનેકવિધ નવા નિર્ણય લેવામાં આવ્યા છે જેમાં ફ્રુટ આધારિત ઠંડા પીણા પર કાઉન્સિલે 28% જીએસટી લગાવવાનો નિર્ણય લીધો છે ઉપરાંત 12% અતિરીક સેસ પણ લગાવાશે. કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય માં કાર્બોનેટેડ ઠંડા પીણાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જે કોઈ ઠંડા પીણામાં 10% વધુ કોઈપણ ફળનો રસ હોય તો તેને ફ્રુટ જ્યુસ તરીકે છે ઓળખવામાં આવે છે.

એફએસએસએઆઈ ના નિયમ મુજબ જ ફ્રુટ જ્યુસ નું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. લીંબુ ના કિસ્સામાં જો પાંચ ટકાથી વધુ હોય તો તેને ફ્રુટ જ્યુસ માનવામાં આવ્યું છે. જીએસટીમાં યોગ્ય વર્ગીકરણ થયું ન હોવાના કારણે નોન આલ્કોહોલિક પીણા પણ ઉત્પાદકો 12% જીએસટી ભરી રહ્યા છે. ત્યારે સ્પષ્ટતા ના અભાવે ઠંડા પીણા ને કાર્બોનેટેડ જ્યુસ તરીકે પ્રસ્થાપિત કરી તેના પર ૨૮ ટકા જીએસટી અને ૧૨ ટકાનો સેસ લગાવવામાં આવ્યો છે. જેથી કુલ 40% જેટલો ટેક્સ કાર્બોનેટેડ જ્યુસ પર લગાવવામાં આવતા વિક્રેતાઓ, ઉત્પાદકો અને ખરીદનાર પર બોજો વધશે.

બીજી તરફ ઉત્પાદકો અને વેચાણ કરનાર ઉપર કાઉન્સિલે જાણે લાલ આંખ કરી હોય તેઓ ચિત્ર સામે આવ્યું છે જેમાં જે ઉત્પાદકો પોતાનું માસિક જીએસટી રિટર્ન નહિ ભરતા હોય તે કરદાતાઓ પોતાનું જીએસટીઆર 1 ફોર્મ ભરી નહીં શકે. પગલાથી જીએસટીમાં જે રેવન્યુ લીકેજ ના પ્રશ્નો ઉભા થાય છે તે નહીં થાય. જીએસટી કાઉન્સિલ આ નિર્ણય વર્ષ 2022 ની 1લી જાન્યુઆરીથી અમલી બનાવાનો નિર્ણય કર્યો છે. સાથોસાથ કાઉન્સિલે જીએસટી રજીસ્ટ્રેશન આધાર કાર્ડની નોંધણી ફરજિયાત કરી છે અને જે કરદાતા આધાર કાર્ડની નોંધણી કરશે તેને જ રિફંડ ક્લેઇમ કરવા માટે હક આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.