Abtak Media Google News

અર્થતંત્રની ગાડી પુરપાટ દોડી

ઈકોનોમી મા સુધારો આવતા જીએસટી કલેક્શન વધ્યું આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ મળશે જોવા!!

દેશની આવકમાં સતત વધારો થાય તેને ધ્યાને લઇ સરકાર દ્વારા અનેકવિધ પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે કોરોના ના કપરા સમય બાદ જે રીતે અર્થતંત્ર વેગ પકડ્યો છે તેને જોતાં સતત ચાર મહિના માં દેશનું જીએસટી કલેક્શન એક લાખ કરોડને પાર જોવા મળી રહ્યું છે એટલું જ નહીં ચાલુ માસમાં એટલે કે ઓક્ટોબર મહિના નું જીએસટી કલેક્શન દેશનું 1.3 લાખ કરોડને પાર પહોંચ્યું હતું જે વર્ષ 2017ના જુલાઈમાં કરતાં પણ વધુ છે. વધુમાં સરકારે આંકડાકીય માહિતી જાહેર કરતાં જણાવ્યું હતું કે ઓક્ટોબર માસમાં ૨૪ ટકાનો વધારો જીએસટીની આવકમાં જોવા મળ્યો હતો જે ગત વર્ષના ઓકટોબર માસથી ઘણાખરા અંશે વધુ છે જ્યારે વર્ષ 2019 માં જ આંકડો 36% એ જોવા મળ્યો હતો.

Advertisement

દેશની જીએસટીની આવકમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક વ્યવહારોમાં જે સુંદરતા અને પારદર્શકતા આવી છે તેનાથી દેશની આપને ઘણો ફાયદો પહોંચ્યો છે. એટલું જ નહીં દેશની અર્થતંત્ર વધુ સારી થતા જીએસટી કલેક્શન સતત વધતુ જોવા મળ્યું છે અને આગામી દિવસોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળશે. જીએસટી ની આવક વધુ ને વધુ આવતા દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવાના ચીન દેખાઇ છે. કોરોના ની બીજી લહેર બાદ જે ebay બિલ બનાવવામાં આવ્યા છે તેની રિકવરી પણ ખૂબ જ સારી રીતે થઈ છે પરિણામે દેશને જીએસટી આવકમાં વધારો જોવા મળ્યો છે.

ઓક્ટોબર મા નીકાસનો દર ૪૩ ટકા સુધી વધ્યો

દેશની આર્થિક સ્થિતિ માં જે સુધારો જોવા મળ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે ભારત દેશ દ્વારા એન્જિનિયરિંગની સાથો-સાથ સોના-ચાંદીનાની ચીજવસ્તુઓમાં જે નિકાસ કરવામાં આવ્યો છે તેનાથી દેશની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળ્યો છે એટલું જ નહીં ઓક્ટોબર માસમાં નિકાસ દર ૪૩ ટકા સુધી પહોંચ્યો છે. આગામી સમયમાં પણ દેશ નિકાસ ઉપર વધુ ને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને આ વધારાથી ભારતને ૩૫.૪૭ બિલિયન ડોલરનો ફાયદો પહોંચ્યો છે.

એવી જ રીતે નોંધ પેટ્રોલિયમ ચીજ વસ્તુઓના આયાતમાં પણ સામે એટલો જ વધારો જોવા મળ્યો છે. વડાપ્રધાન મોદીનો આગામી 2024 ની ચૂંટણી નો મુખ્ય લક્ષ્ય એ છે કે આર્થિક મુદ્દાને ધ્યાને લઇ ચૂંટણી લડવામાં આવે જેથી તમામ પ્રકારના જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને દેશને આર્થિક રીતે મજબૂત પણ બનાવવા માટે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ગુજરાત રાજ્યમાં જીએસટી ની આવક અધ્ધ 8 હજાર કરોડને પાર પહોંચી

ભારત દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ગુજરાત રાજ્ય એક મહત્વપૂર્ણ કરી કે ગુજરાતમાં અનેકવિધ ઉપયોગો અને વિકસિત હોવાના પગલે જે આવક થતી હોય છે જેનાથી ભારત દેશને ઘણો ફાયદો પહોંચ્યો છે ત્યારે ગુજરાત રાજ્યની જો વાત કરવામાં આવે તો દેશની જીએસટીની આવકમાં અજ્ઞાત વધારો જોવા મળ્યો છે અને તે આઠ હજાર કરોડને પાર પહોંચી છે.

દિવાળી બહાર આવતા દરેક ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે પરિણામે ગુજરાતને સારી એવી આવક પણ થાય છે ઓક્ટોબર માસમાં એસ જી એસ પી કલેક્શન ૪૦ ટકાથી વધુ જોવા મળ્યું છે અને ૨૧ ટકા જેટલા ઇવે બિલમાં પણ વધારો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.