Abtak Media Google News

સરકારે કરી પ૦૦ કરોડની જોગવાઇ: કર્મચારીઓને રૂ-પે કાર્ડ સ્વરૂપે મળશે ‘ફેસ્ટીવલ એડવાન્સ’

દિવાળીના તહેવારમાં સરકારનો વધુ એક પ્રોત્સાહક નિર્ણય

રાજયની સંવેદનશીલ રૂપાણી સરકારે દિવાળી તહેવારોમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓને વધુ  એક ભેટ આપી છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના સરકારી કર્મચારીઓ, અધિકારીઓને દિવાળીના તહેવારમાં રૂ. ૧૦ હજાર ફેસ્ટીવલ એડવાન્સ આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજય સરકારમાં સેવા આપતા અધિકારીઓ, કર્મચારીઓને દિવાળી  નવા વર્ષના તહેવારને ઘ્યાને લઇ કર્મચારીઓને રૂ. ૧૦ હજારી ફેસ્ટીવલ એડવાન્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફેસ્ટીવલ એડવાન્સ વગર વ્યાજે અપાશે.

મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના પાંચ લાખી વધુ અધિકારી કર્મચારીઓને દીપાવલી ભેટ રૂપે તહેવાર પેશગી આપવાનો ઉદાત્ત નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના આ કર્મયોગી હિતકારી નિર્ણયને પરિણામે રાજ્ય સરકારમાં સેવારત તમામ અધિકારી કર્મચારીઓને દીપાવલી નૂતનવર્ષ તહેવારોના અવસરે ૧૦ હજાર રૂપિયા ફેસ્ટિવલ એડવાન્સ તરીકે વગર વ્યાજે મળશે. આ માટે  રાજ્ય સરકારે આ હેતુસર અંદાજે રૂ. પ૦૦ કરોડની નાણાં જોગવાઇ કરી છે.

ડિજિટલ ટ્રાન્ઝેકશનને વધુ પ્રોત્સાહિત કરવા આ એડવાન્સની રકમ અધિકારીઓ કર્મચારીઓને રૂપે કાર્ડના સ્વરૂપમાં આપવામાં આવશે.

અધિકારીઓ-કર્મચારીઓને મળનારી આ પેશગી રાજ્ય સરકાર દ્વારા વગર વ્યાજે ૧૦ માસિક સરખા હપ્તામાં પરત  લેવામાં આવશે. મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના આ ઉદ્દાત નિર્ણયને પરિણામે દીપાવલીના તહેવારોમાં લોકોને ચીજ વસ્તુઓની ખરીદીમાં સુગમતા રહેશે તેના પરિણામે નાના વ્યાપારીઓના વ્યવસાય રોજગારને વેગ મળશે. પ્રવર્તમાન સ્તિીમાં દેશ તા રાજ્યના ર્અતંત્રને પણ નવી ગતિ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.