Abtak Media Google News

સુરતમાં બનશે  કમલમ્: ખાતમુહૂર્ત કરતા સી.આર.પાટીલ

અંખડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની કર્મભૂમિ બારડોલી,જીલ્લો-સુરતની ઘરા પર નિર્માણ પામનાર સુરત જિલ્લાનું ભારતીય જનતા પાર્ટીનું અત્યાધુનિક મધ્યસ્થ કાર્યાલય  કમલમનું ખાત મુહર્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના વરદ હસ્તે  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે  સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ અધ્યતન કાર્યાલય બનાવા જઇ રહ્યું છે ત્યારે આવનાર નવ મહિનામાં કાર્યાલયનું નિર્માણ થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ જયારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તે સમયે તેમને સુચન કર્યુ હતું કે દરેક જિલ્લાનું કાર્યાલય અદ્યતન અને વિશાળ હોવું જોઇએ. આ કાર્યાલયમાં તમામ પ્રકારની વ્યવસ્થા થાય તેનો પ્રયાસ કરવામાં આવશે. કાર્યાલયમાં દરેક કાર્યકરનું યોગદાન હોવું જોઇએ. કાર્યાલય બનવવા જે કાર્યકર્તા વધુ યોગદાન આપશે તેમના નામ તખ્તી પર લખવામાં આવશે કેમ કે રૂપિયા નું મહત્વ નથી કાર્યાલયના નિર્માણમાં યોગાદન આપવું જરૂરી છે. જે કાર્યકરોએ કાર્યાલય બનાવવા પોતાનું યોગદાન આપ્યુ હશે તેમને આ કાર્યાલય પોતાનું છે તેવો અનુભવ થશે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાંકલ કરી કે કાર્યાલય બનાવવા બહારથી રૂપિયા લાવવા નહી કાર્યકરોના સહકારથી જ અદ્યતન કાર્યાલય બનાવવામાં આવે.

આ પ્રસંગે રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ,  મુકેશભાઈ પટેલ,સાંસદ પ્રભુભાઈ વસાવા, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,જીલ્લા પ્રમુખ સંદિપ દેસાઈ,જીલ્લા પ્રભારી ભરતભાઈ રાઠોડ , ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડીયા,શ્રીમતી ઝંખનાબેન પટેલ,  વી.ડી.ઝાલાવાડિયા,જીલ્લા મહામંત્રી યોગેશ પટેલ , જગદીશભાઈ પારેખ, દીપકભાઈ વસાવા, જીલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ,સુરત ડીસ્ટ્રીકટ કો.ઓ.બેંક ચેરમેન નરેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.