Abtak Media Google News

ચીન પોતાના નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ તથા સ્ટ્રેટેજીક સપોર્ટ ફોર્સને બનાવી રહ્યું છે મજબુત

હાલ ૨૧મી સદીની વાત કરવામાં આવે તો આ સદી ટેકનોલોજીની સદી માનવામાં આવી રહી છે ત્યારે સૈન્યો પાસે અનેકવિધ પ્રકારના સાધનો અને આર્મ્સ રહેલા છે જેથી ચીન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તેઓએ તેમના ભુમી દળ સૈન્યમાં ૫૦ ટકાની કટોતી રહી છે. કહેવાય છે કે વિશ્ર્વમાં સૌથી મોટી મિલેટ્રી ચાઈના પાસે છે.

Advertisement

ભુમી દળ સૈન્યમાં ઘટાડો કરવાનું કારણ એ પણ માનવામાં આવે છે કે ચીન પોતાના નૈવી અને એરફોર્સને મજબુતી દેવા માટે કાર્યો કરી રહી છે. પીપલ્સ લિબ્રેશન આર્મીને આધુનિક ફોર્સમાં ‚પાંતરીત કરવા માટે ચીન દ્વારા અભૂતપૂર્વ રણનીતિ હાથ ધરવામાં આવી રહી છે. ૨૦ લાખની સંખ્યાવાળી ચીનનું ભુમીદળ નૈવી અને એરફોર્સમાં નવી રણનીતિ એકમોને સર કરવા મજબુત કરવામાં આવી રહી છે. જેથી ચીન સૈન્યએ ભુમી દળમાં ઘટાડો કર્યો છે. પીપલ્સ લિબ્રેશન આર્મી એટલે પીએલએના ઈતિહાસમાં આ અદભુતપૂર્વ ઘટના માનવામાં આવી રહી છે.

પીએલએ પાસે હાલ જે સૈનિકો છે તે નોન કોમ્બેટ યુનિટના ભાગ છે. જયારે ૫૦ ટકાના ઘટાડા કરવા છતાં પણ હાલ ૨૦ લાખ સૈનિકો સાથે ચીન આર્મી દુનિયાની સૌથી મોટી ભુમીદળ સૈન્યો તરીકેપ્રસ્થાપિત થઈ છે. પીએલએની ૪ અન્ય પાંખો પણ છે જેમાં નેવી, એરફોર્સ, રોકેટ ફોર્સ અને સ્ટ્રેટેજી સપોર્ટ ફોર્સની સંખ્યા ચીની મિલેટ્રીની કુલ સંખ્યા કરતા પણ અડધી છે. સંઘાઈના મિલેટ્રી વિશેષજ્ઞ લેખયાંગે જણાવ્યું હતું કે, ચીની સરહદો ઉપર દુશ્મન સૈનિકો સાથે લડવા માટે ચીનનું નેવી, એરફોર્સ અને મિસાઈલ યુનિટ સૌથી મોટી ભૂમિકા ભજવશે.

હાલ અત્યાર સુધી ચીન પોતાના ભુમીદળ ઉપર વધારે મદાર રાખ્યો હતો પરંતુ ટેકનોલોજીના યુગમાં વિશ્ર્વમાં આગળ રહેવા અને મજબુત રહેવા માટે ચીન દ્વારા પોતાના નેવી અને એરફોર્સને વધુ મજબુત કરવા માટે ભુમીદળમાં ઘણો ખરો ઘટાડો પણ કર્યો છે. જેથી તેઓ પોતાના નેવલ, એરફોર્સ સહિત રોકેટ ફોર્સને વધુ મજબુત કરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.