Abtak Media Google News

સ્ટેન્ફર્ડ યુનિવર્સિટીના એક પ્રોફેસર હેક ગ્રીલીની વાત અનુસાર આવતા ૩૦ વર્ષોમાં બાળકને જન્મ આપવા માટે સેક્સ કરવાની જરુર નહીં પડે હેંક, સ્ટેન્ફર્ડ લો સ્કુલના સેન્ટર ફોર લો એન્ડ ધી બાયો સાયન્સના ડાયરેક્ટર છે તે કહે છે કે આવતા ૩૦ વર્ષમાં માતા-પિતા પોતાના ડીએનને થી લેબમાં તૈયાર કરાયેલ અલગ અલગ પ્રકારના ગર્ભમાંથી પોતાની પસંદગી કોઇપણ પસંદ કરી શકશે.

જો કે આ પ્રકારની પ્રક્રિયાની શરુઆત તો થઇ ચુકી છે. પરંતુ આવનારા સમયમાં આ પ્રક્રિયા ખૂબ જ સસ્તી થઇ જશે.

તેમજ ઘણા દંપતિઓ પોતના કોઇ પણ પ્રકારના રીંગમાંથી બચાવ માટે આ પધ્ધતિથી બાળક મેળવી શકશે.

આ પધ્ધતિમાં સ્ત્રીની ચામડીનું સેમ્પલ લઇ પહેલા તો સ્ટેમસેલ બનાવવામાં આવશે અને પછી તેનો ઉપયોગ બાળકને જન્મ આપવા માટે કરવામાં આવશે. ગર્ભની પુરી રીતે ચકાસણી કરવાથી તેને કોઇ પણ પ્રકારની ગંભીર બીમારીઓ અંગેનું ધ્યાન પણ પહેલા જ રાખી લેવામાં આવશે. સ્ટેન ફર્ડના પ્રોફેસરનું કહવું છે કે આ પ્રક્રિયામાં માતા-પિતાને તેમના આવનારા બાળકની આંખો અને વાળનો રંગ પસંદ કરવાન વિકલ્પ પણ હશે.

જ્યારે હૈક કરે છે કે આ પ્રક્રિયાની સૌથી ખરાબ વાત એ હશે કે આના કારણે સૌથી વધારે છુટાછુડાના બનાવ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.