Abtak Media Google News

લગ્ન જીવનએ માત્ર કોઇ એક વ્યક્તિના સહારે નથી નભતું, તેનાં બે વ્યક્તિનો સાથ અને સહકાર ખૂબ જ જરુરી હોય છે અને સાથને કાયમ રાખવા એવા આઠ શબ્દો છે જેનું આચરણ કરવાથી લગ્ન જીવનમાં ક્યારેય કંઇ પ્રશ્ન ઉભા નથી થતા….

વિશ્ર્વાસ : જીવનમાં કેટલાં પણ ઉતાર ચઢાવ આવે એકબીજા પરનો વિશ્ર્વાસ ક્યારેય ડગવો ન જોઇએ.

એકબીજાને સમજો : સંબંધોમાં ખોટને ખોજવાના બદલે તેની અચ્છાઇ પર ધ્યાન આપો કારણ કે વિચારો અને સ્વભાવનો ઉચિત સમન્વય જ સુખી લગ્ન જીવનનું કારણ બને છે.

આંખોથી આંખોની ભાષા : કહેવાય છે કે જ્યારે આપણાં શબ્દો તમારો સાથ છોડે છે ત્યારે આંખ કંઇ કહ્યા વગર તમારા દિલની વાત કહી જાય છે. એટલે જે જેટલું સંભવ બને એટલું પાર્ટનરની આંખ સાથે આંખ મેળવી તેની સાથે વાત કરો.

વાતચીત બંધ ન કરો : મોટાભાગે પતિ-પત્ની જ્યારે ઝઘડો થાય છે ત્યારે એકબીજા સાથે બોલવાનું બંધ કરે છે જ્યારે વાતચીત બંધ થાય છે ત્યારે વાત વધુ વણસે છે પરંતુ વાતચીત કરવાથી કોઇ પણ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે.

એકબીજાને સમય આપો : કામથી નવરાસની પળો કાઢીને એકબીજા સાથો થોડો સમય વિતાવવો જરુરી બને છે. જેનાથી એકબીજાને જાણવાનો સમજવાનો મોકો મળે છે.

અહંકારથી દુર રહો : કોઇ પણ સંબંધોમાં તીરાડનું મોટું કારણ અહંકાર હોય છે. ત્યારે કોઇ એક પક્ષ નમતુ મુકે તો પ્રેમમાં વધારો થાય, સમ્માનભર્યો સંબંધ કેળવાય છે.

કંઇક નવું કરો : સંબંધોમાં નવીનતા લાવવી ખૂબ જ જરુરી હોય છે, જેના માટે કંઇ સરપ્રાઇઝ પ્લાન કરી શકો છો.

સહયોગ કરો : એકબીજાને દરેક પરિસ્થિતિમાં સાથ આપવો જોઇએ પછી ભલેને એ નાનામાં નાનું કામ હોય. એકબીજાનો સાથેએ તાકાત અને હિંમ્મતનું પ્રતિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.