Abtak Media Google News

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા

અરૂણ જેટલીએ તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે પીએમને મંત્રીમંડળમાં સામેલ ન કરવાની ઈચ્છા દર્શાવી

લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી ગુરુવારે વડાપ્રધાન પદ શપથ ગ્રહણ કરવાના છે. તેમની સાથે તેમના મંત્રીમંડળના ૬૫ નેતાઓ પણ શપથ લેશે. મંત્રીમંડળમા કોનો સમાવેશ કરવો તે વિશેનું મહામંથન ચાલી રહ્યું છે તે દરમિયાન નાણામંત્રીઅરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને તેમની તબિયત નાદૂરસ્ત હોવાના કારણે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહની તેમના ઘરે મુલાકાત કરી છે.Lok Samvad Programme Cf7F6Bec 1314 11E9 910E 2Eacbc0579Ab

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવા વિશે ફેરવિચાર ન કરવામાં આવે. જેટલીએ તેમના પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં ૧૮ મહિનાથી તેમની તબિયત ખરાબ છે. આ સંજોગોમાં તેઓ નવી કોઈ જવાબદારી લેવા માટે સક્ષમ નથી. તેથી તેમને મંત્રી બનાવવા માટે ફેર વિચાર કરવામાં ન આવે.

ગુ‚વારે શપથ ગ્રહણ સમારંભ પહેલાં મંત્રીમંડળ વિશે મહામંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને તેમના ઘરે મળવા પહોંચ્યા છે. નોંધનીય છે કે, બિહારમાં આ વખતે જેડીયુને ૧૬ સીટો મળી છે જ્યારે એનડીએને ૪૦માંથી ૩૯ સીટો મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.