Abtak Media Google News

દેવજી રા.મોઢાનાં એક કાવ્યમાં આંધળાકિયાં કરવા સામે લાલબત્તી છે, અને તેમાં આખી જિન્દગીના પસ્તાવાનો વસવસો છે.

પૂરો વિચાર કરી ઝાલવતો તો હાથ, મારા નાથ!

આમ ન્હોતા કરવાં રે આંધળૂકિયાં!

ના છોકરાનો ખેલ આ,

કે ઝાલીને છોડીએ

ને છોડીને ઝાલીએ

ભવ ભવનો આ તો સંગાથ, મારા નાથ!

આમ ન્હોતા, કરવાં રે આંધળુકિયાં!

લીધો તે હાથ મહીં હાથ, મારા નાથ!

ત્યારે ન્હોતો તું એકલો!

દીધો મેં હાથ મહીં હાથ મારા નાથ!

ત્યારે હું યે ના એકલી!

ભર્યા ભર્યા માંડ વડા હેઠ

થોકબંધ જાનૈયા, હોબ્બેશ માંડવિયા

ને અગ્નિની સાખે

 

લાલબત્તીમાં મજાકિયું ચિંતન છે.

વગર વિચાર્યુ કરવામાં પસ્તાવો કરવો કરવો પડે છે.

આ લાલબત્તી તા.ર૩ના દિવસે બધા જ રાજકીય પક્ષોને અને રાજપુરૂષોને લાગુ પાડવાની છે!

આંધળુકિયાં કરવા પડે એવી ઘડી રાજકીય કાવાદાવામાં અની રાજકીય શતરંજમાં આવી શકે છે.

સમયના મૂલ્યાંકનનો ઘાટ પણ ધડાઇ શકે!

આજના યુગમાં સમયનું ઘણું મૂલ્ય હોય છે. અને તે મારી સમજ પ્રમાણે સમાજના દરેક વર્ગ માટે એકસરખું જ છે. પછી એક વ્યકિત મોટો ઉઘોગ વેપાર ચલાવતી હોય કે સામાન્ય કામગાર હોય, વસ્તુત: હું શ્રીલંકામાં ઠીક ઠીક એવા મોટા ઉઘોગો અને વ્યવસાયમાં રોકાયેલો માણસ છું કોઇ કોઇ વાર લોકો મને ઓફીસે જાઉ તે પહેલા ઘેર મળવા આવે છે.

આ રીતે મળવા આવનાર વ્યકિતઓના કામગરા વ્યાપારીથી લઇને સામાન્ય માણસો હોય છે. ઘણીવાર એવું બને છે કે ઓફીસ પર જવા માટે હું કપડાં પહેરતો હોઉ તે વખતે જ કોઇ મળવા આવે. અને મને એની ખબર આપવામાં આવે તો હું બધી પ્રતિષ્ઠાનો ત્યાગ કરી આવનાર વ્યકિતને મળવા બનતી ત્વરાએ જાઉ છું. મોટે ભાગે લોકો આ રીતે મળવા આવે ત્યારે પ્રતિષ્ઠાની છાયા નીચે મળવામાં બને તેટલો વિલંબ કરી આવનાર વ્યકિતને ખુબ રાહ જોવડાવતી હોય, આવો અનુભવ મને પોતાને પણ કોઇને મળવા જાઉ ત્યારે થાય છે.

પરંતુ મને આવી વર્તણૂક પ્રતિ એક પ્રકારનો અભાવ છે. સમયની કીમત જેટલી આપણે છે તેટલી સામી વ્યકિતને શું નહિ હોય?  કોઇને વૃથા આતુર રાખવાથી કોઇ ખાસ લાગભ તો નથી થતો પણ ઉલટાનું એથી સામી વ્યકિતને વિના કારણ ઉલટાનું એથી સામી વ્યકિતને વિના કારણ અગવડમાં મૂકી આપણે એની સહાનુભૂતિ ખોઇ બેસીએ છીએ. આ પ્રકારની જીવન

વ્યવસ્થામાં જરુર હોય છે. સદભાવની અને બીજાની અગવડનો ખ્યાલ રાખવાની.

વળી એથી એક બીજો લાભ એ થાય છે કે આપણે દરેક કાર્યમાં પ્રવૃત થવા ન થવાની તત્પરતાને કેળવી શકીએ છીએ. દાખલા તરીકે કોઇ વ્યકિત આપણી પાસેથી ચોકકસ પ્રકારની સહાયતા માગવા આવે અને એ વ્યકિતને આપણે પાંચ-દશ વખત આંટા ખવરાવી પછી કહીએ કે, હું દિલગીર છું, તમને મદદ નહિ કરી શકું એના કરતાં પ્રથમ પ્રસંગે જ આ નિર્ણય સામી વ્યકિતને કહી દેવાય તો બન્ને પક્ષનો સમય બચે છે. અને નકામી આવજા કરવા કરાવવાની લપમાંથી છુટકારો મળે છે. માણ જો આવી તત્પરતા અને બીજાના સમયનો ખ્યાલ કેળવે તો આખી તુમારશાહીનો અંત આવી જાય.

અને સમયસર કરી લેવાને બદલે વધુ પડતા વિલંબની થાપ ખવાઇ જાય એવું પણ બને…. આનું એક ઉદાહરણ લઇએ શિયાળાની ધુંધળી સાંજ આભમાં ઉતરી આવી હતી. સુરજ ધીમી ધીમે છવાતા જતા અંધકારથી ચારે દિશા ઢંકાતી જતી હતી. ડાળી ડાળાં  વિસ્તારો ઊભેલા વૃક્ષોની હારમાંથી વાંકોચૂકો થઇને પસાર થતો રસ્તો સાવ નિર્જન નેુ સુમસામ જણાતો હતો.

આ વેળાએ જાદવપુરના જમીનદાર કૃષ્ણચંદ્રબાબુ જમીનદારીનું કામકાજ પતાવીને એકલા પડયે ઉતાવળે પગલે ગામ ભણી જઇ રહ્યા હતા. ગામને છેવાડે ગરીબ લોકોની વસતી હતી. જમીનદારબાબુએ જોયું તો, એક ગાર માટીનાં છતાં ધર્મ ઘ્યાનભર્યા ઘરના આંગણામાં એક વૃઘ્ધ પુરુષ બેઠો બેઠો હુકાના દમ ખેંચી રહ્યો છે.એ વેળા તલાવડીમાંથી પાણીનો ઘડો ભરીને તેની દીકરી આવી પહોંચી અને એ કહ્યું‘અરે, બાબા ! સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવી નથી પેટાવ્યો? ચાલો હું પેટાવી દઉ !’

‘હૈ…? ’બેઘ્યાનપણાની ભોંઠપ અનુભવતો વૃઘ્ધ કહેવા લાગ્યો, ‘હા, બેટા! પેટાવી દે! બળ્યો એ આ હૂકકો પીવામાં મને તો સમય કંઇ ભાન જ ના રહ્યુૃ’શી ખબર શાથી, પણ બાય-દીકરીની વાતચીતના આ શબ્દો સાંભળ્યા પછી જમીનદારબાબુના મનની ભીતર એના એ જ શબ્દોના પડઘા પડવા લાગ્યા.‘બાબા, સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવ્યો?’રહી રહીને વળી પાછા એના એ જ શબ્દો, બાબા, સાંજ તો પડી ગઇ ! હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવ્યો?

વારંવાર પડઘા પાડતા એક નિર્દોષ છોકરીના આ શબ્દોએ કોઇ ગૂઢ રહસ્યવાણી, ની જેમ અંતરમાં ઉંડો-ભાવ જગાડયો ! વીજળીની માફક આત્મજ્ઞાનનો એક અપૂર્વ ઝબકારો થયો! જીવનના અનેક વર્ષો સુધી કોઇના ઉપદેશક શબ્દો તો ઠીક પણ ઠેસઠોકરો પછીયે આવો અપૂર્વ ઝબકારો એમણે કયારેય અનુભવ્યો નહોતો! ગહન વિચારમાં ગરકાવ થતાં તેઓ મનમાંન કહેવા લાગ્યાં.

ખરી વાત કહી! મારા જીવનની સાંજ ઢળી ગઇ છે! પેલાના હુકકાની જેમ જમીનદારીના અને દુનિયાદારીના મોજશોખ આડે મને પણ સંઘ્યાદીપ પેટાવવાનું મનેય કયાં સુઝયું ? પ્રભુ ! પ્રભુ! પરલોકને પરમાર્થ કાજેની કશી જ તૈયકાકી મારાથી કરી શકાઇ નથી! હજુયે ન જાગ્યો મારો આતમ રામ! માંહ્મલાની આ મથામણે પહેલા સળવળાટ અને પછી ખળભળાટ મચાવી મૂકયો જોત જોતામાં ચિત્ત ચકરાવે ચઢયું.

કહ્યું છે ને કે, જીવનમાં અજબઘડી એક જ આવે ! કૃષ્ણચંદ્ર માટે આઘ્યાત્મિક જીવન મર્મ લઇને આવેલી આ અજબ ઘડી હતી. આ ઘડીએ એક જ આંચકા સાથે કૃષ્ણચંદ્રબાબુના અંતરમાં દ્વાર ઉઘાડી દીધાં. એકદમ માન્યામાં ન આવે એટલી ઝડપે એમનું મન અને હ્રદય જબ્બર સંઘર્ષ મચાવીને એકાએક અનુરાગની કેડી આંતરીને વિરાગની કેડીએ આવી ઊભા પરિવર્તનનો માર્ગ ખુલ્લો થઇ ગયો.

આમ જોઇએ તો કૃષ્ણચંદ્રબાબુ જાદવ પુરના મોટા જમીનદાર હતા. બંગાળના ગવર્નર વોરન ગોવિંદસિંહના તેઓ પૌત્ર હતા. ઘેર ધન દોલતના ઢગલા હતા. ત્યાં એકાએક ગણ્યા ગાંઠયા વચનથી સંસારની બધી જ ગાંઠો પળવારમાં છૂટી ગઇ !

હજાર વરસની અંધારી ગુફા હોય પણ જયાં દીવો લઇને જઇએ કે એક ક્ષણમાં જ બધો અંધકાર ભાગી છૂટે ! હજારો વરસોનો જૂનો અંધકાર છે તેથી તેથી કાંઇ થોડોક થોડોક કરીને ના જાય ! કૃષ્ણચંદ્ર બાબુનુ પણ એવું જ થયું ! જીવનભરનો અંધકાર એક ક્ષણમાં નાશ પામ્યો. આત્મજયોતના એક જ ઝનારે તેનું જીવન ઉજાવ્યું ! અને કૃષ્ણચંદ્રબાબુ જમીન, જાગીર, માલમિલ્કત સર્વસ્વ ત્યાગીને વૃંદાવન જઇ વસ્યા, ભવ્ય મંદીર બંધાવ્યું, એ મંદીર લાલાબાબુના મંદીર તરીકે આજે ય પ્રખ્યાત છે. સંતવચન અણુ બોમ્બની વિરાટ શકિત જેવા છે બાબા સાંજે તો પડી ગઇ હજુ તમે ઘરમાં દીવો નથી પેટાવ્યો? એ શબ્દો કહેનાર છોકરીમાં સાધુ જેવી નિખાલસ હતી એટલે જ એના શબ્દોએ આ ચમત્કાર સજર્યો ! અહીં ‘સમયનાં મુલ્યાંકન’ની  મહત્તા અંકિત થઇ છે,

જે સમય નિરર્થક વિતે છે અવમૂલ્યને પાત્ર બને છે.

સટ્ટાબજારમાં, વેપાર ધંધામાં, ઉઘોગ સંબંધી નિર્ણયમા લગ્ન સંબંધી કે અન્ય કોઇ મહત્વની પસંદગીમાં સ્વાસ્થ્ય સંબંધી સારવારમાં સમયના વિવેકાવિવેકને લક્ષમાં લેવો જ પડે છે. અંધારુ થઇ જાય ત્યાં સુધી દીવો ન પ્રગટે અને જીવનયાત્રા પૂરી થાય ત્યાં સુધી પ્રભુભકિત યાદ ન આવે એ સમયનું યથાર્થ મૂલ્યાંકન ન કરવા જેવું બની જાય છે.. આવા મૂલ્યાંકનમાં ‘આંધળુકિયાં’ કરવા પડે એટલો વિલંબ કરી બેસીએ તો તે વિનાશને પણ નોતરી શકે છે ! આંધળુકિયા જીવનભર પસ્તાવો કરાવી શકે એ ભૂલવા જેવું નથી!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.