Abtak Media Google News

શા માટે વૈદિક હોળી?  હોળીનો તહેવાર શિયાળો અને ઉનાળાની ઋતુ વચ્ચે આવે છે. આ સમય દરમ્યાન વાઈરસની સંખ્યા ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. જેથી કરીને આ સમય દરમ્યાન બિમારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. જયારે હોળી  વૈદિક રીતે કરવામાં આવે તો તેમાં ગાયના છાણા, ગાયનું ઘી, કપૂર, હવન સામગ્રી, નવ ઔષધિઓનો ઉપયોગ કરવાથી વાતાવરણમાં વાઈ2સને નિયંત્રણ કરી શકાય છે. વૈદીક’ હોળી કરવાથી વૃક્ષો કપાતાં અટકશે. લાકડાની હોળીમાં પ્રદૂષણ થાય છે જયારે ગાયના છાણાની હોળી કરવાથી ભરપૂર માત્રામાં ઓકિસજન ઉત્પન્ન થાય છે, સાત્વિક વાતાવરણ ઉત્પન્ન થાય છે. વૈદિક’ હોળી કરવાથી પ્રદૂષણ થતું અટકશે, વૃક્ષોનો બચાવ થશે, ગાય માતા બચશે અને બિમારીઓ ઘટશે. દરેક સોસાયટીમાં, દરેક વિસ્તારોમાં કોરોનાની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરી,સરકારી નિયમોનું પૂરતું પાલન કરી,  સોશ્યલ ડીસ્ટન્સ રાખી, માસ્ક પહેરીને ’વૈદિક’ હોળી ઉજવવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન) ના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સહીતનાઓએ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.