Abtak Media Google News

હાલ એક તરફ નવા આઈટી નિયમોને લઈને સરકાર- સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ છે તેવામાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામએ પોતાના ફિચર્સમાં એક મોટો બદલાવ લાવ્યો છે. શું તમને પણ બીજાની પોસ્ટ, કમેન્ટ અને પેઈઝ પર વધુ લાઇક જોઈ પેટ બળતરા થાય છે ? તમને પણ એમ થાય છે કે નહીં મારે પણ આટલી લાઈક જોઈએ છે.

મારા પેઈઝ , પોસ્ટ પર લાઈક ઓછી છે તો મારે અન્ય યૂઝર્સને બતાવવી નથી ?? આવું થયું જ હશે… પરંતુ હવે આ પેટ બળતરા નહીં થાય કારણ કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તમે હવે લાઈકને હાઈડ એટલે કે છુપાવી પણ શકશો.

સોશ્યલ નેટવર્કિંગ કંપની ફેસબુકએ નિવેદન આપતા કહ્યું કે તે વપરાશકર્તાઓને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટ્સ પર લોકો દ્વારા કરવામાં આવેલી લાઈકની સંખ્યા છુપાવવા દેશે. ફેસબુકે કહ્યું, “અમે ગત દિવસોમાં લાઈકની સંખ્યા છુપાવવા જેવા પરીક્ષણો કર્યા જેથી એ ખ્યાલ આવ્યો કે અન્યોની લાઈક જોઈ જે નાના યૂઝર્સ ખેદ અનુભવતા તે દૂર થશે.

લોકો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક  પરના લાઈકના દબાણમાંથી મુક્ત થશે. અમે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વપરાશકર્તા લોકો અને નિષ્ણાતો પાસેથી એ શીખ્યા છે કે કોઈ પણ વસ્તુ માટે લાઈકની સંખ્યા ન જોવી. તે ફાયદાકારક છે. પરંતુ આ લાઈકને લઈ કેટલાક મુશ્કેલીમાં મૂકાતા, ખાસ કરીને લોકો કઈ પોસ્ટ, પેઈઝ લોકપ્રિય છે અથવા લોકપ્રિય નથી ? તે જાણવા માટે લાઈકની સંખ્યાને ધ્યાને લે છે, જે ખોટું છે આથી અમે આ લાઈકને છુપાવવાના વિકલ્પને ઓફર કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.