Abtak Media Google News

હાલ ખોટી માહિતી અને ખોટા સમાચાર થકી સૌથી વધુ દૂષણ વધી રહ્યા છે. અને આ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ બન્યા છે. આ વાયરલ “વાયરસ”ને નાથવા સરકાર આગામી સમયમાં વોટ્સએપમાં ઘણાં બદલાવો લાવવા સરકાર કંપનીને મજબુર કરે તેવી શકયતા છે.

એમાં પણ હાલ જે વોટ્સએપ મેસેજના પહોંચવાથી લઈ વાંચવા સુધીના જે લાઈટ ડાર્ક કલર અને બ્લુ કલરના એક અને બે ટિક બતાવે છે. તેમાં ખાસ ફેરફાર કરી સરકાર યૂઝર્સ પર “તીસરી આંખ” સ્થાપે તેવી પ્રબળ સંભાવના છે. આ સિંગલ અને ડબલ ટિક હવે થ્રી ટિકમાં પરિણમે તેવી શકયતા છે.

આ થ્રી ટિક થી શું થશે ? સરકાર કે વોટ્સએપ તરફથી શું ચિહ્નન સમજવાનો ? આ અંગેની માહિતી નીચે મુજબના વર્ગીકરણથી સમજીએ.

  1. તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે
  2. કોલ રેકોર્ડ સેવ પણ થશે
  3. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રખાશે
  4. તમારો ફોન જ આઈટી મંત્રાલય પાસે ટ્રેક થશે
  5. કોઈ પણને ખોટા મેસેજ, ફેક માહિતી પહોંચાડવાનું બંધ કરો
  6. સરકાર વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવતા મેસેજ કરવાનું કે ફોર્વર્ડિંગ કરતા હોવ તો તે બંધ કરી દો

વોટ્સએપમાં ડાર્ક, બ્લૂ અને રેડ ટીક આવશે !!

આનો હેતુ જાણી તમે ચોંકી જશો

  1. = મેસેજ મોકલાયો
  2. બંને ડાર્ક ✓✓ = મેસેજ પહોંચી ગયો
  3. બંને બ્લુ ✓✓=  મેસેજ વાંચી લીધો
  4. ત્રણેય બ્લુ ✓✓✓= સરકારે તમારા મેસેજની નોંધ લીધી
  5. બે બ્લુ ✓✓ અને એક રેડ = સરકાર તમારા વિરુદ્ધ એક્શન લેશે
  6. એક બ્લુ અને બે રેડ ✓✓ = સરકાર તમારા વિશે માહિતી મેળવી રહી છે
  7. ત્રણેય રેડ ✓✓✓ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે, ટૂંક જ સમયમાં તમને સમન પાઠવાશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.