Abtak Media Google News
બ્લડ સુગરને મેન્ટેન કરવા માટે હેલ્ધી ફૂડ હેબિટ્સને અનુસરવી જોઈએ !!!
ડાયાબિટીસ એવી સમસ્યા છે જેનો ઈલાજ વૈજ્ઞાનિકો પણ શોધી શક્યા નથી તેવામાં તેનાથી બચીને રહેવું ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસ લાઈફ સ્ટાઈલ સંબંધિત બીમારી છે. તેથી જો આ બીમારી થઈ જાય તો બ્લડ સુગરને મેન્ટેન કરવા માટે હેલ્ધી ફૂડ હેબિટ્સને ફોલો કરવી જરૂરી છે. ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી છે જો તેમાં તમે લાઈફસ્ટાઈલ પર ધ્યાન ન આપો તો તેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ થઈ શકે છે. ડાયાબિટીસ શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે. તો ચાલો જણાવીએ કે એવા કયા કયા અંગ છે જેનું ધ્યાન ડાયાબિટીસની બીમારીમાં રાખવું જોઈએ.
ડાયાબિટીસના કારણે પગ ઉપર પણ અસર થાય છે. સુગર લેવલ મેન્ટેન ન રહેતું હોય તો પગની નસો ડેમેજ થવા લાગે છે. ડાયાબિટીસ ના કારણે પગ સુધી રક્ત પહોચાડતી નશો બ્લોક થઈ જાય છે અને તેના કારણે પગમાં દુખાવો અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે. ઊંચા લોહીના ગ્લુકોઝવાળા અને પગમાં ઓછા લોહીના પરિભ્રમણવાળા દર્દીને ચેપ લાગવાનો ભય વધુ હોય છે.આની સારવાર પણ કઠિન બને છે.રૂઝ આવતા વાર લાગે છે. આથી આની સારવાર જેટલી જલ્દી થાય તેટલું મહત્વનું છે.
લોહી માં સુગરનું વધુ પ્રમાણ લાંબા ગાળે આ સમસ્યા સર્જે છે. કેટલીક વખત પગની તકલીફ ના કારણે દર્દીને અંગુઠો, આગળીઓ તેમજ પગ કપાવવાનો વારો આવે છે જે અત્યંત ખર્ચાળ તેમજ લાંબાગાળા સુધી હોસ્પીટલ માં રહેવું પડે છે. જ્ઞાનતંતુ પર અસરનાં કારણે ગરમી, ઠંડીની અસર જણાતી નથી. આથી પગમાં કાપો, ચીરો, વાગે, ફોલ્લી પડે કે નાની મોટી ઈજા થાય તો જાણ થતી નથી, કેટલીક વખતે પગમાંથી ચંપલ નીકળી જાય તો પણ દર્દીને ખબર પડતી નથી આના કારણે કેટલીક વખતે પગમાં ચાંદુ પડી જાય છે. જો આ નાની મોટી ઈજાને ગણકારવામાં ન આવે તો કેટલીક વખત ચાંદુ રૂઝાતુ નથી તેના કારણે પગ કપાવવો પડે છે.
તમારા પગને નવશેકા પાણીથી તેમજ હલકા સાબુથી દરરોજ સાફ કરો. ખુલ્લા પગે ચાલવુ નહિ – ખાસ કરીને ગરમ સપાટી ઉપર , ફુટપાથ, ગરમ લાદી , રેતી કે પથ્થર,કેટલીક વાર મંદિરમાં ઉઘાડા પગે તડકામાં ચાલવાથી તકલીફ થાય છે,એ વખતે સુતરાઉ મોજા પહેરી રાખવા. પગમાં વેદના  થતી હોવાને કારણે તમને કાપા,ચીરા,ઉઝરડા,તેમજ અરીસા ની મદદ લઈને તપાસો,અથવા કુટુંબ ની બીજા સભ્ય પાસે ચેક કરાવવું . પગના સાથળો, લોવર બેક એટલે કે કમરના ભાગ, પેની તથા પગમાં વારંવાર કંપન થતું હોય તે વ્યક્તિએ સુગર અને ડાયાબિટીસની તપાસ કરાવી અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.