Abtak Media Google News
  • કેન્સર એટલે કેન્સલ નહીં 90% કેન્સર એવા છે જે પ્રારંભિક તબક્કામાં જ ઓળખાય અને સારવાર થાય તો જીવન બચી શકે

માનવ સમાજ માટે મોટું પડકાર બની રહેલી કેન્સરની બીમારીમાં સૌથી મોટું પ્રમાણ મહિલાઓના સ્તન કેન્સરનું છે બ્રેસ્ટ કેન્સર નું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે ત્યારે કેન્સર એટલે કેન્સલ નહીં જો પ્રાથમિક તબક્કામાં જ કેન્સરનું નિદાન અને યોગ્ય સારવાર થઈ જાય તો જીવન બચી શકે છે, મહિલા મા વ્યાપક પણે વધી રહેલા સ્તન કેન્સર ના એવા પાંચ લક્ષણો છે જેની સમયસર ઓળખ થઈ જાય તો કેન્સર એટલે કેન્સલ નહીં પણ જીવન બચી શકે છે અને બ્રેસ્ટ કેન્સરમાંથી મુક્તિ મેળવી દર્દી લાંબુ અને સુખમય આરોગ્ય મય જીવન જીવી શકે છે

મેટાસ્ટેટિક સ્તન કેન્સર, જેને સ્ટેજ III/IV તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં સાવચેતી ન રાખવામાં આવે તો ઉઠલો મારવાની 30 ટકાથી વધુ શક્યતા રહે છે,  આપણા શરીરમાં અનન્ય પદ્ધતિઓ છે જેના દ્વારા તે તેની જરૂરિયાતોને સંચાર કરે છે.

તંદુરસ્ત જીવન જીવવા માટે, આપણા શરીરને સાંભળવું અને શક્ય તેટલી વહેલી તકે કોઈપણ અસામાન્ય ફેરફારની નોંધ લેવી હિતાવહ છે. સમયસર  ની સારવાર અને શ્રેષ્ઠ પરિણામો માટે સ્તન કેન્સરના પુનરાવૃત્તિના ચિહ્નોને ઓળખવું ખૂબ જ જરૂરી છે.

મેટાસ્ટેટિક સ્તન કેન્સર ને સમયસર પારખીને તેની સારવાર કરવા માટે સાવચેતી, યોગ્ય સારવાર અને તકેદારી જરૂરી છે. સારવારનો ધ્યેય માત્ર બ્રેસ્ટ કેન્સર ને નિયંત્રિત કરવાનો અને લક્ષણોને સરળ બનાવવાનો ન હોવો જોઈએ, પરંતુ જીવનની ગુણવત્તામાં સુધારો કરવો અને જીવન ટકાવી રાખવાનું પણ હોવું જોઈએ. તેથી, દર્દીઓ માટે ઉપલબ્ધ વિવિધ અદ્યતન સારવાર વિકલ્પો વિશે તેમના ડૉક્ટર સાથે , વાતચીત કરવી મહત્વપૂર્ણ છે.

સ્તન  રોગ નિષ્ણાત ડૉ. ચંદ્રગૌડા ડોડાગૌદર, ડાયરેક્ટર મેડિ મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાજેન્દ્ર પ્લેસ, દિલ્હીના જણાવ્યા અનુસાર , “મારા અનુભવમાં, તે સ્પષ્ટ થયું છે કે ઘણી સ્ત્રીઓ સ્તન કેન્સરના ઉઠલાનો સામનો કરે છે. બ્રશ કેન્સરના પ્રારંભિક ચિન્હોને ઓળખવામાં આવે તો દર્દીનું જીવન બચી શકે છે આ માટેના એવા પાંચ ચિન્હો છે જેનાથી બેસ્ટ કેન્સર થવાનું છે તેનાઅણ સાર મળી શકે

  1. સતત અસહ્ય દુખાવો :

મહિલાઓમાં મોટાભાગે જોવા મળતા બ્રેસ્ટ કેન્સર ના પ્રારંભિક લક્ષણોમાં સ્તન પડખામાં અને ખંભામાં સતત પીળા થવા લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બ્રેસ્ટ કેન્સર ના પ્રારંભિક લક્ષણોમાં દુખાવો થવો એ સામાન્ય ચિહ્ન છે

  1. દુખાવા સાથે ગાંઠ બહાર આવવી :

કેન્સરના પ્રાથમિક લક્ષણોમાં શરીરમાં કોઈ પણ જગ્યાએ નાની ગાંઠ કે સોજો જોવા મળે તો તેને તાત્કાલિક ડોક્ટરો પાસે ઈલાજ કરાવવો હિતા વચ્ચે નાની ગાંઠ નું કદ વધે તો તે ગંભીર લક્ષણ ગણાય કેન્સર પહેલા શરીરમાં ગમે ત્યારે ગમે ત્યાં ગાંઠ નીકળે છે વળી આ ગાંઠસ્તન આસપાસ હોવી જરૂરી નથી શરીરમાં ગમે ત્યાં નીકળી શકે

  1. છાતીમાં હળવો દુખાવો શ્વાસમાં તકલીફ :

જો  શ્વાસની સતત તકલીફ, ઘરઘરાટી અથવા છાતીમાં ન સમજાય તેવી અસ્વસ્થતાનો અનુભવ થાય, તો તરત જ તબીબી સલાહ ને ચેકઅપ કરાવી લેવું જોઈએ ફેફસાની ગતિવિધિઓ માં ફેરફાર ને કેન્સરના પ્રાથમિક લક્ષણોમાં મુખ્ય ગણવામાં આવે છે

  1. સતત થાક અને નબળાઈ :

એ વાતનું ધ્યાન રાખવું અગત્યનું છે કે સતત થાક અને નબળાઈ, જે પૂરતો આરામ કર્યા પછી પણ ચાલુ રહે છે તે  કેન્સર માટે સૂચક હોઈ શકે છે.

  1. માથામાં સતત દુખાવો :

ન્યુરોલોજીકલ લક્ષણો: કેન્સર ને ચેતાતંત્ર સાથે પણ સંબંધ હોય પ્રારંભિક લક્ષણોમાં માથાનો દુખાવો ચક્કર આવવા અને પગ લથડવાથી લઈને યાદશક્તિ ની સમસ્યા અને ઓછું દેખાવવું બોલવામાં ખચકટ જેવા લક્ષણો પણ કેન્સરના પ્રારંભિક લક્ષણો તરીકે ગણી શકાય

કોઈપણ સામાન્ય પ્રક્રિયામાં અવરોધ આવે તો તાત્કાલિક તેને ડોક્ટર નું નિદાન કરાવી લેવું જોઈએ કેન્સરમાં 90% કેન્સર છે પરંતુ શરત એકે તેને પ્રારંભિક સ્ટેજમાં સારવાર થઈ જવી જોઈએ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.