Abtak Media Google News

ઘણા લોકો મોઢું સાફ કરવા માટે ચ્વીંગમ ચાવતા હોય છે તો અમુકને તો આદત પડી ચુકી છે. જો કે ચ્વીંગમ ચાવવાથી જડબાને કસરત થાય છે. પરંતુ આ એક સારી આદત નથી. લોકો જમ્યા બાદ બ્રશ કરવાને બદલે સસ્તી સારી અને ટેસ્ટી ચ્વીંગમ ખાતા હોય છે. પરંતુ શું તમને ખ્યાલ છે તેનાથી લાળગ્રંથી નબળી પડી જાય છે સતત ચ્વીંગમ ચાવવુ સારી આદત નથી, તેનાથી સાંધાનો દુખાવો પણ થઇ શકે છે આ ઉપરાંત ચ્વીંગમ ચાવવાથી ફ્રુડ પાઇપમાં બહારની હવા જાય છે જે પેટમાં દબાળ ઉંભુ કરે છે. અને ગેસની તકલીફોનું સર્જન થાય છે.

અને આંતરાડાની બિમારીઓ પણ થઇ શકે છે. જો તમે ચ્વીંગમ ચાવવાની વધુ આદત ધરાવતા હોય તો ખાધા પહેલા તેમાં રહેલા દ્રવ્યો વિશે જાણી લેવુ અમુક પ્રકારના ચ્વીંગમોમાં વધુ પ્રમાણમાં શુગર હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનદાયક છે. તે તમારા દાતને પણ ખરાબ કરી શકે છે.

ચ્વીંગમથી માથાનો દુખાવો પણ થઇ શકે છે. આવુ સતત ચાવવાથી થાય છે કારણ કે ચાવવા માટે આઠ મસલની જરુર પડે છે. જેમાં સતત લાંબા સમય સુધી પ્રેશર આવવાથી માથુ દુખાવાની તકલીફ પણ થઇ શકે છે. કારણ કે આપણા મસલ્સ મગજ અને ખોપડી સાથે જોડાયેલા હોય છે.

જો કે ચ્વીંગમ ખાવા કરતા તેનો ફુગ્ગો બનાવવો આરોગ્ય માટે સારી બાબત છે. જો કે ચ્વીંગમ ખાવાથી એસીડીટી, અલ્સર અને ગેસ જેવી સમસ્યાઓ થઇ શકે છે. તેને બદલે તમે એલચી પણ લઇ શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.